visually-impaired-girl-performance-on-thumbi-thullal-tune-ar-rahman
  • Home
  • Featured
  • પ્રજ્ઞાચક્ષુ દીકરીએ આખા ગામને સંગીત ઘેલું કરી નાંખ્યુું, AR રહેમાન પણ વખાણ કરતાં પોતાને ન રોકી શક્યો

પ્રજ્ઞાચક્ષુ દીકરીએ આખા ગામને સંગીત ઘેલું કરી નાંખ્યુું, AR રહેમાન પણ વખાણ કરતાં પોતાને ન રોકી શક્યો

 | 7:48 pm IST

એક છોકરીએ એ.આર. રહેમાનની ધૂન ‘થુમ્બી થુલ્લાલ’ને સંગીત આપ્યું છે. જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ગ્રેમી અને એકેડેમી એવોર્ડ વિજેતા એ.આર. રહેમાન પણ આ છોકરીના સંગીતના સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે બે પિયાનો સાથે સુંદર સંગીત આપ્યું. સહાના નરેન નામની આ બાળકી પ્રજ્ઞાચક્ષુ છે. તેમણે 2020ની તમિલ ફિલ્મ ‘કોબ્રા’ના ગીત’ થુમ્બી થુલ્લાલ ‘નું સંગીત આપ્યું. તેણે વીડિયો રેકોર્ડ કરીને તેના ટ્વિટર પર શેર કર્યો, જેમાં એ આર રહેમાને પણ વખાણ કર્યા છે.

એ.આર. રહેમાને પોસ્ટને રી-ટ્વીટ કરીને સ્વીટ કહ્યું છે. સહાનાનો આ ખૂબ જ સુંદર વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ તેમની અને તેના સંગીતની જોરદાર પ્રશંસા કરી. સહાનાનું ટ્વિટર એકાઉન્ટ તેની માતા દ્વારા હેન્ડલ થાય છે. એ.આર. રહેમાનની પ્રતિક્રિયા પર માતાએ પણ આભાર વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર. એઆર રહેમાન સાહેબ, અમે આ દિવસની રાહ જોઇ રહ્યા હતા. આ એક શબ્દ અમારા માટે પૂરતો છે. અમે નિ: શબ્દ છીએ. ભગવાનનો આભાર કે તમે પ્રતિક્રિયા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન