વિટામીન સીની ઉણપ છે? તો ખાઓ આ વસ્તુઓ - Sandesh
  • Home
  • Health & Fitness
  • વિટામીન સીની ઉણપ છે? તો ખાઓ આ વસ્તુઓ

વિટામીન સીની ઉણપ છે? તો ખાઓ આ વસ્તુઓ

 | 5:20 pm IST
  • Share

વિટામિન્સ માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી છે. વિટામિનથી શરીરમાં બહારથી જ નહી પરંતુ આતંરીક રીતે પણ ખુબ જ ફાયદો થાય છે. આપણા શરીરને સામાન્ય કાર્યપ્રણાલી માટે પણ વિટામિન સીની જરૂર પડે છે. તે આપણા શરીરની રાસાયણિક ક્રિયાઓને કરવા માટે મદદ કરે છે. જેમકે તંત્રિકા સુધી સંદેશો પહોચડવો કે ઉર્જાને પ્રવાહિત કરવુ. વિટામિન સીને એર્સ્કોબિક એસિડના નામથી પણ ઓળખવામા આવે છે. આ પોષક્તત્વ આપણા શરીરની કાર્યપ્રણાલીને વ્યસ્થિત રીતે ચાલુ રાખવા માટે ખુબ જ જરૂરી છે. એન્ટિએર્લિજક અને અન્ટિઓક્સિડેન્ટના સ્વરૂપમાં કામ કરે છે.

વિટામિન સીનું કાર્ય શરીરના નાનામાં નાના એકમને બાંધીને રાખવાનુ છે. તેનાથી શરીરના અંગોને આકાર આપવામાં મદદ મળે છે. તે શરીરની રક્તવાહિનીને મજબુત કરે છે. તેમાં અન્ટિહિસ્ટામીનના ગુણના કારણે એ સામાન્ય શરદી-ઉધરસમાં લાભ કરે છે.

વિટામીન સી ના સ્ત્રોત

  • વિટામીન સીમાં ખાટા રસવાળા ફ્ળો જેવા કે આમળા, નારંગી, લીંબુ, સંતરા, બોર, દ્રાક્ષ, ટામેટા, સફ્રજન, જામફ્ળ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે.
  • વિટામીન સીને ખાધ્યપદાર્થોના માધ્યમથી જ પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય રીતે વિટામીન સીના સારા સ્ત્રોત બટાકા, ટામેટા, સંતરા વગેરે છે. આ સિવાય લાલ મરચુ, અનાનસ, સ્ટ્રોબેરી, સફ્રજન તેમજ શાકભાજી માંથી પણ વિટામિન સી મળે છે.
  • વિટામિન સીની ઉણપના કારણે મોતીયો, ચામડીની એલર્જી, ગર્ભપાત, ભૂખ ન લાગવી વગેરે બિમારી થઈ શકે છે. વિટામીન સી શ્વાસને લગતી બીમારી તેમજ પાચન સંબંધી સમસ્યાઓથી મુક્ત કરે છે.
  • વિટામિન સી માત્ર સ્કર્વી નામના રોગમાંથી જ નથી બચાવતુ પરંતુ તેનાથી કેન્સરની શક્યતા પણ ઓછી થાય છે. વિટામિન સીની મદદથી હાડકાને જોડતો કોલાજન નામનો પદાર્થ રક્તવાહિનીઓ, લિગામેન્ટસ વગેરે અંગોનું પુર્ણરૂપથી નિર્માણ થાય છે.
  • વીટામિન સી મગજના રસાયણ સેરોટોનિનને બનાવવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે અને સેરોટીન નામનુ રસાયણ આપણી ઊંઘ માટે ખુબ જ જરૂરી છે. વિટામિન સી કોલેસ્ટેરોલને પણ કાબુમાં રાખે છે.
  • વીટામીન સી યુક્ત ખાધ્ય પદાર્થ ને ગેસ કે ઓવનમા વધુ સમય ઉકાળવામાં કે સ્ટોર કરવામાં આવે તો તેની પૌષ્ટિકતા ઓછી થાય છે, માટે જ વિટામિન સીનો વધુમાં વધુ ફ્ળો દ્વારા જ મેળવવું જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો