Walk-in vaccinations for 18+ will begin From June 21 in Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં રસીકરણને લઈ મોટા સમાચાર, 21 જૂનથી 18+ માટે વોક-ઈન-વેક્સિનેશન શરૂ થશે

ગુજરાતમાં રસીકરણને લઈ મોટા સમાચાર, 21 જૂનથી 18+ માટે વોક-ઈન-વેક્સિનેશન શરૂ થશે

 | 8:51 pm IST
  • Share

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે. ત્યારે રાજ્યમાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જ રાજ્ય સરકારે કોર કમિટીની બેઠકમાં એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 21 જૂન 2021 સોમવારથી રાજ્યભરના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44ની વયના લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન શરૂ થશે.

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 21 જૂન સોમવારથી બપોરે 3 કલાક પછી સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44ની વયજૂથના લોકો ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વોક-ઈન વેક્સિનેશનનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી જેમણે SMS દ્વારા સમય-સ્થળ-તારીખનો સ્લોટ મેળવ્યો છે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

રાજ્યમાં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ સરકારના આ નિર્ણય દ્વારા યુવા વર્ગનું વધુમાં વધુ રસીકરણ થઈ શકશે. અને ત્રીજી લહેર પહેલાં જ વધુમાં વધુ લોકોનું રસીકરણ કરીને કોરોના સામેની જંગ જીતવામાં સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન