Washington to lose one-day series against South Africa
  • Home
  • Sports
  • Cricket
  • વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ, સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી ગુમાવશે

વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ, સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી ગુમાવશે

 | 11:37 pm IST
  • Share

  • ભારતની વનડે ટીમ બુધવારે વહેલી સવારે કેપટાઉન રવાના થઈ

  • જયંત યાદવને સુંદરના બદલે વનડે ટીમમાં સ્થાન મળી શકે છે

  • ઓલરાઉન્ડરને સાઉથ આફ્રિકા જતો રોકવામાં આવ્યો

ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ આવ્યો છે અને તે સાઉથ આફ્રિફા સામે રમાનારી વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. તેના સ્થાને સંભવિત જયંત યાદવને વનડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે બીસીસીઆઇએ સુંદરના રિપ્લેસમેન્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ હાલમાં ભારતની ટેસ્ટ ટીમના સભ્ય જયંત યાદવને વનડે ટીમ સાથે સાઉથ આફ્રિકામાં રોકાવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જયંત યાદવે પોતાની એકમાત્ર વનડે 2016માં રમી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો.  

વોશિંગ્ટન સુંદરનો સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટેના 18 સભ્યની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વનડે ટીમ બુધવારે સવારે જોહાનિસબર્ગ રવાના થવાની હતી પરંતુ હવે 22 વર્ષીય ઓલરાઉન્ડરને સાઉથ આફ્રિકા જતો રોકવામાં આવ્યો છે. સુંદર કેટલાક દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો હતો અને સંક્રિત થયો ત્યારે તે બેંગ્લોરમાં હતો જેના કારણે સુંદર ટીમ સાથે જોડાઈ શક્યો નહોતો. સુંદર છેલ્લા 10 મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તેણે પોતાની છેલ્લી મેચ 2021ના માર્ચમાં રમી હતી. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત બન્યો હતો. વિજય હઝારે ટ્રોફીમાં તેણે તામિલનાડુ માટે શાનદાર દેખાવ કર્યો હતો જેના કારણે તેને સાઉથ આફ્રિકા જનારી ભારતની વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો