Watch here is Daily Horoscope 18th June Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે તુલા અને કર્ક રાશિના જાતકો માટે દિવસ સારો રહે, જાણો તમારો દિવસ કેવો રહેશે

આજે તુલા અને કર્ક રાશિના જાતકો માટે દિવસ સારો રહે, જાણો તમારો દિવસ કેવો રહેશે

 | 6:15 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 જેઠ સુદ આઠમ, શુક્રવાર, સિદ્ધિયોગ. દુર્ગાષ્ટમી. રવિયોગ. કેવો જશે દિવસ તમારો જાણી લો

મેષ રાશિ
નવી તકો ઉન્નતિ તરફ દોરી જાય, આરોગ્ય ટકાવી શકશો, સાનુકૂળતા વધારતો દિવસ.

વૃષભ રાશિ
વ્યવસાયિક કાર્ય સફળ થાય, કાર્ય સફળતા મેળવી શકશો, મિલન-મુલાકાત સફળ નીવડે.

મિથુન રાશિ
અગત્યના કાર્યો માટે સાનુકૂળતા,નાણાકીય મૂંઝવણ દૂર થાય, મતભેદ દૂર કરી શકાય.

કર્ક રાશિ
તમારા પ્રયત્નો, ઇચ્છાઓ ફળદાયી બને, પ્રવાસમાં વિઘ્ન જણાય, વિરોધીની કારી ચાલે નહીં.

સિંહ રાશિ
આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળે, કૌટુંબિક પ્રતિકૂળતા દૂર થાય, સ્નેહીથી મદદ મળે.

કન્યા રાશિ
નિરાશા દૂર થાય, લાભ અટકતો જણાય, ધાર્યા કામમાં વિલંબથી સફળતા મળે.

તુલા રાશિ
તમારા પ્રયત્નો ફળદાયી બનતા લાગે, સાનુકૂળતા વધારતો દિવસ, આવકવૃદ્ધિનું ફળ મળે.

વૃશ્ચિક રાશિ
ધાર્યું વિલંબથી થતું લાગે, સાનુકૂળ તક મળે તે ઝડપી લેેજો, નોકરિયાતને વિરોધીઓથી સાવધ રહેવું.

ધન રાશિ
આર્થિક પ્રશ્નથી મૂંઝવણ રહે, નોકરિયાત અંગે પ્રતિકૂળ તક, લગ્ન-વિવાહ અંગે શુભ ફળ મળે.

મકર રાશિ
આરોગ્ય અંગે તકેદારી લેતા રહેજો, કાર્ય સફળતા માટે મહેનત વધારજો, લાભની તક મળે.

કુંભ રાશિ
ખર્ચનો પ્રસંગ, કાર્ય સફળતા માટે મહેનત રંગ લાવે, અગત્યના પ્રશ્નો હલ થાય.

મીન રાશિ
આવક કરતાં જાવક વધે નહીં તે જોજો, કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે, કોર્ટના કામ સરળ બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન