Watch here is Daily Horoscope 10 th June Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વૈશાખ વદ અમાસને ગુરુવાર, શનિ જયંતી-કંકણાકૃત સૂર્યગ્રહણ પર જાણીલો શું કહે છે તમારી રાશિ, Video

વૈશાખ વદ અમાસને ગુરુવાર, શનિ જયંતી-કંકણાકૃત સૂર્યગ્રહણ પર જાણીલો શું કહે છે તમારી રાશિ, Video

 | 6:15 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 વૈશાખ વદ અમાસ, ગુરુવાર, ભાવુકા અમાસ. શનિ જયંતી. કંકણાકૃતિ સૂર્યગ્રહણ (ભારતમાં નહીં દેખાય) કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
કાર્યભાર વધતું લાગે, ખર્ચ-ખરીદી નાથજો, ધીરજના ફળ મીઠા મળે.

વૃષભ રાશિ
ખર્ચ-વ્યય અનુભવાય, આપની તબિયત સાચવજો, માનસિક ઉદ્વેગ જણાય.

મિથુન રાશિ
મનની મૂંઝવણ દૂર થશે, નવી મુલાકાત સફળ થાય, નવી મુલાકાતથી લાભ.

કર્ક રાશિ
કૌટુંબિક પ્રશ્નોથી મતભેદ રહે, નાણાકીય તંગી અનુભવાય, આરોગ્ય સાચવવું.

સિંહ રાશિ
લાભદાયી કાર્યરચના થાય, ધાર્યા કામ થઈ શકે, પ્રગતિકારક દિવસ.

કન્યા રાશિ
પ્રેમમાં વિરહની વેદના જણાય. કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકશો. સંપત્તિ બાબત ચિંતા રહે.

તુલા રાશિ
ગૃહજીવનના પ્રશ્નો ઉકેલી શકશો. વ્યવસાયિક પ્રગતિ, મિલન-મુલાકાત ફળે.

વૃશ્ચિક રાશિ
ખર્ચનો પ્રસંગ, નાણાકીય ખેંચનો અનુભવ થાય, તબિયત સાચવજો.

ધન રાશિ
અગત્યની કામગીરી સફળ થાય, મનની શાંતિ મળે, પ્રવાસ અંગે સાનુકૂળતા.

મકર રાશિ
ધાર્યા કામમાં વિલંબથી સફળતા મળે, અકસ્માત-ઈજાથી સાચવવું, મિત્રોની મદદ મળે.

કુંભ રાશિ
આપની ચિંતાનો ઉકેલ મળે, સુખદ પ્રસંગ જણાય, સંતાનના કામ સફળ થાય.

મીન રાશિ
અગત્યના કામમાં સફળ થાય, પ્રવાસ અંગે સાનુકૂળતા, મહત્ત્વની મુલાકાત થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન