Watch here is Daily Horoscope 11 th March Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફાગણ વદ અમાસને રવિવાર ત્રણ રાશિએ જરા સંભાળવુ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

ફાગણ વદ અમાસને રવિવાર ત્રણ રાશિએ જરા સંભાળવુ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:50 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2077, ફાગણ વદ અમાસ. રવિવાર, અમાસ વૃદ્ધિ તિથિ. પંચક. દર્શ અમાસ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના પ્રયત્નો સફળ થતાં લાગે. મહત્વના કામ સફળ થાય. સંતાનના પ્રશ્નો મૂંઝવે.

વૃષભ રાશિ
ધાર્યા કામમાં વિલંબ-વિઘ્ન આવતો લાગે. પ્રવાસમાં પ્રતિકૂળતા જણાય.

મિથુન રાશિ
મહત્ત્વના કાર્યમાં ઉન્નતિની આશા ફળદાયી નીવડે. આપની સમસ્યાનો ઉકેલ શોધી શકશો.

કર્ક રાશિ
કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા- પ્રતિકૂળતા. મહત્ત્વની મુલાકાત સફળ નીવડે. આરોગ્ય ટકાવી લેજો.

સિંહ રાશિ
આપના પરિશ્રમનું ફળ મળવામાં અવરોધ રહે. લાભની આશા ફળે નહીં.

કન્યા રાશિ
મનની મુરાદ ફળદાયી નીવડે. સ્નેહીથી મિલન-મુલાકાત. સંપત્તિના કામ થાય.

તુલા રાશિ
કેટલાક અધૂરા કાર્યોને આગળ ધપાવી શકશો. કુટુંબ સ્વજન અને મિત્ર અંગેની બાબત હલ થાય.

વૃિૃક રાશિ
નિરાશાને ખંખેરી નાંખજો. સફળતાની આશા પૂર્ણ થતી જણાય. નાણાકીય પ્રશ્ન ઉકેલાતો જણાય.

ધન રાશિ
ખર્ચના પ્રવાહને કાબૂમાં રાખવાથી કરજ અટકાવી શકશો. સ્નેહીથી મતભેદ ન થાય તે જોજો.

મકર રાશિ
ધાર્યા કામમાં હજી વિઘ્ન યા વિલંબ હશે તો પાર કરી શકશો. આપની કૌટુંબિક કામગીરી અંગે સાનુકૂળ તક સર્જાય.

કુંભ રાશિ
તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. આપની તબિયત સચવાય. કુટુંબ ક્લેશનો પ્રસંગ.

મીન રાશિ
ઉશ્કેરાટ કે ઉગ્રતાને અંકુશમાં રાખીને સમાધાનવૃત્તિ કેળવીને શાંતિ સફળતા પ્રાપ્ત કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન