Watch here is Daily Horoscope 11 th October Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આસો સુદ છઠ્ઠને સોમવાર, શનિ માર્ગી કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

આસો સુદ છઠ્ઠને સોમવાર, શનિ માર્ગી કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ પાંચમ, રવિવાર, વિંછુડો. ઉપાંગ લલિતા પંચમી. સૂર્ય ચિત્રામાં.

મેષ રાશિ
નોકરી-ધંધા અંગે સાનુકૂળ તક, સંજોગ ઊભા થાય, સનેહી કુટુંબીથી મિલન- મુલાકાત.

વૃષભ રાશિ
માનસિક તણાવ દૂર થાય, ખર્ચનો પ્રસંગ, તબિયત સુધરતી જણાય.

મિથુન રાશિ
મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થાય, અંગત મૂંઝવણનો ઉકેલ મળે.

કર્ક રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ વિલંબ બાદ ચાખવા મળે, પ્રવાસ સફળ થાય.

સિંહ રાશિ
ચિંતા અશાંતિ બાદ સાનુકૂળતા રહે, આવક કરતાં જાવક વધે, નાણાભીડ અનુભવાય.

કન્યા રાશિ
લાભદાયી તક આવી મળે, સમસ્યા હશે તો સુલઝાવી શકો, મિત્ર સંબંધની મદદ મળે.

તુલા રાશિ
સામાજિક કામગીરી થાય, નાણાકીય બાબતો પર ધ્યાન આપવું પડે, નોકરી ધંધાના કામકાજમાં સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ
ધીરજની કસોટી થતી જણાય, લાગણીઓ ઘવાતી લાગે, લાભની તક મળે.

ધન રાશિ
આવક સામે ખોટા ખર્ચા વધે નહીં તે જોજો, કૌટુંબિક બાબતોથી ચિંતા રહે, તબિયત સાચવવી.

મકર રાશિ
પ્રવાસ પર્યટન-મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા, ગૃહજીવનના કામકાજોમાં પ્રગતિ.

કુંભ રાશિ

અણધાર્યા ખર્ચના કારણે મૂંઝવણ, તબિયત સાચવવી, ધંધા-નોકરીમાં તણાવ રહે.

મીન રાશિ
અંગત સમસ્યા જણાય, ખર્ચા સામે આવક ઘટતી લાગે, કૌટુંબિક કામમાં સફળતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો