Watch here is Daily Horoscope 11 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ પાંચમને શનિવાર, ઋષિ પંચમી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

ભાદરવા સુદ પાંચમને શનિવાર, ઋષિ પંચમી પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ પાંચમ, શનિવાર, ઋષિ પંચમી. સામાપાંચમ. જૈન સંવત્સરી-પંચમી પક્ષ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષરાશિ
પ્રવાસમાં વિઘ્ન દૂર થતું લાગે, તમારી ઇચ્છાઓને સાકાર કરવાની દિશા મળી આવે, લાભની તક ઝડપી લેજો.

વૃષભ રાશિ
ધીરજના ફળ ચાખી શકશો, ઈશ્વરીય સહાયનો અનુભવ કરી શકશો, પ્રયત્નથી મિલનનો યોગ.

મિથુન રાશિ
માનસિક મૂંઝવણમાંથી બહાર આવી શકશો, ગૃહજીવનની સમસ્યા હલ થાય, તબિયતની કાળજી જરૃરી.

કર્ક રાશિ
ધાર્યા કામકાજો અંગે કેટલીક સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો, વિવાદથી દૂર રહેજો, આર્િથક સંકડામણ હળવી બને.

સિંહ રાશિ
વધુ પડતા ઉતાવળા સાહસોથી દૂર રહેજો. માનસિક વિષાદ દૂર થશે, આશાનું કિરણ લાધશે, મનની મુરાદ વિલંબથી બર આવે.

કન્યા રાશિ
આપના મહત્ત્વના કામકાજોમાં અવરોધ બાદ સફળતા જણાશે, સંતાન બાબતની ચિંતા ઉકેલી શકશો.

તુલા રાશિ
ધીરજની કસોટી થશે ખરી પરંતુ બાદમાં સફળતાની બારી ખૂલતી જણાય, સંતાન અંગે ધ્યાન આપજો.

વૃશ્ચિક રાશિ
ઈશ્વરીય સહાયનો અનુભવ થાય, કોઈ કામ અણધાર્યું ઉકેલાશે, પ્રવાસ ફળે, ગૃહજીવનની ચકમક રોકજો.

ધન રાશિ
પ્રવાસ-પર્યટનથી આનંદ સફળતા, કોઈ લાભ મળે, સ્નેહીથી મિલન, વિઘ્નને પાર કરી શકશો.

મકર રાશિ
વ્યવસાયિક કે અન્ય બાબતોની ચિંતાનો ઉકેલ, માર્ગ મળે, તબિયત સાચવવી જરૃરી, લાભની તક.

કુંભ રાશિ
માનસિક તાણ દૂર થાય, આનંદનો પ્રસંગ આવે, સફળતાની તક આવી મળે, કૌટુંબિક કાર્ય થાય.

મીન રાશિ
તમારી અંગત સમસ્યાઓ દૂર થતી જણાય, મહત્વના કામકાજો માટે સાનુકૂળતા, ખર્ચ વધે, શત્રુની હારી ચાલશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન