Watch here is Daily Horoscope 12 th may Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વૈશાખ સુદ એકમને બુધવાર, ચંદ્ર પૃથ્વીથી અતિદૂર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

વૈશાખ સુદ એકમને બુધવાર, ચંદ્ર પૃથ્વીથી અતિદૂર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077, વૈશાખ સુદ એકમ, બુધવાર, દેવ દામોદર તિથિ. વૈશાખ માસ શરૃ. ચંદ્ર પૃથ્વીથી અતિદૂર. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થાય. તણાવ હળવું બને. નાણાભીડ દૂર કરવાનો હલ મળે.

વૃષભ રાશિ
પ્રવાસ, મિલન, મુલાકાત અંગે સાનુકૂળતા, તબિયત સાચવી શકશો. નાણાભીડ

મિથુન રાશિ
આપની લાંબા સમયથી ચાલતી કોઈ સમસ્યા કે રૃકાવટ હશે તો હવે હલ કરી શકશો.

કર્ક રાશિ
આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય. પ્રેમની આશ અધૂરી જણાય. સંતાનની સમસ્યા હલ થાય.

સિંહ રાશિ

પ્રતિકૂળતાના સંજોગો હશે તો દૂર થાય. નાણાભીડનો ઉપાય મળે. પ્રવાસ.

કન્યા રાશિ
સામાજિક પ્રવૃત્તિ અને કામગીરી અંગે સાનુકૂળતા, સ્વજનથી સહાય ખર્ચ વધે.

તુલા રાશિ
પ્રારંભ કરતાં પહેલા પૂરતી ચોકસાઈ અને આયોજન કરવાનું ન ભૂલશો ફળ એળે નહીં જાય, સ્નેહીથી સંવાદિતા.

વૃશ્ચિક રાશિ
જેટલા ઓછા ભાવુક બનશો તેટલું વધુ સુખ અનુભવી શકશો, મનોરથોને સાકાર કરવાની દિશા સંકેતો સાંપડશે.

ધન રાશિ
આપની દ્વિધાઓ અને ડામાડોળ મનોસ્થિતિમાંથી બહાર આવી શકશો. પ્રગતિનો માર્ગ સ્પષ્ટ થતો જણાય. મિલન-મુલાકાત.

મકર રાશિ
કાલ્પનિક ચિંતાઓના જાળામાંથી બહાર નીકળી શકશો. સાનુકૂળ તકોનો ઉપયોગ કરી શકાય. તબિયત સાચવી લેજો.

કુંભ રાશિ
દિલના અજંપાને દૂર કરવા મન અને કર્મથી કામ લેજો, લાભદાયી તક સર્જાય તે ઝડપી લેજો.

મીન રાશિ
ગમા-અણગમાને સંજોગોનો વિચાર છોડી લક્ષને જોઈ કાર્ય કરવાથી ફાયદો સમજજો. તબિયત સચવાય, વિવાદ ટળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન