Watch Daily Horoscope 13 th July 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ વદ આઠમને સોમવાર આ બે રાશિઓએ જરા સંભાળીને દિવસ જશે ખુબ ભારે, Video

અષાઢ વદ આઠમને સોમવાર આ બે રાશિઓએ જરા સંભાળીને દિવસ જશે ખુબ ભારે, Video

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ વદ આઠમને સોમવાર. નક્ષત્ર- રેવતી, યોગ – સુકર્મા, કરણ – તૈતિલ. આજની રાશિ – મીન (દ,ચ,ઝ,થ)

મેષ રાશિ
લોન અંગેના અટકેલા કાર્યો પૂર્ણ થાય. વિદ્યાર્થીઓએ અગત્યના નિર્ણય લેવામાં કાળજી રાખવી. વ્યવસાયમાં થોડી મુશ્કેલી આવી શકે

વૃષભ રાશિ
આકસ્મિક ધનલાભ થઈ શકે વ્યવસાયિક કાર્ય પુર્ણ થવાના યોગ છે શેરબજાર કે સટ્ટાબાજીમાં સાવચેતી રાખવી આજે આત્મવિશ્વાસથી કામ કરવુ

મિથુન રાશિ
ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી થઈ શકે પ્રતિસ્પર્ધીની સામે વિજયની પ્રાપ્તિ થાય નોકરી કે ધંધામાં મહત્વનો નિર્ણય ન લેવો

કર્ક રાશિ
આજે કોઈ સ્નેહમિલનમાં હાજરી આપવાનું થાય પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે. સંતાન તરફથી કોઈ સમસ્યાના યોગ છે

સિંહ રાશિ
આંખોની કે માઈગ્રેનની સમસ્યા થઈ શકે. પુર્વજાેની મિલકતથી લાભ થઈ શકે.

કન્યા રાશિ
માનસિક ચિંતા સતાવશે. સ્વભાવ થોડો ચિડચિડો થઈ જાય. કોઈની લાથે દલીલમાં ન ઉતરવુ

તુલા રાશિ
નોકરી માટે પ્રગતિકારક દિવસ છે. જીવનસાથી સાથે સુમેળ રહેશે. ગુુસ્સા પર કાબુ રાખવો. ખર્ચનુ પ્રમાણ વધુ રહે

વૃશ્ચિક રાશિ
વાહનથી સાવચેતી રાખવી. જુના રોગોથી મુક્તિ મળી શકે. કોઈની પર મુકેલી આશા નિષ્ફળતા અપાવે

ધન રાશિ
લગ્નવાંચ્છુકો માટે શુભ દિવસ છે. વિદ્યાર્થીઓને અપયશ મળવાના યોગ છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વિનમ્રતા રાખવી

મકર રાશિ
મહત્વના કાર્ય પુર્ણ થવાથી પ્રશંસા થશે. આજે આત્મવિશ્વાસમાં વધારો થાય. નજીકના માણસોથી લાભ થાય

કુંભ રાશિ
સંતાનના દાંપત્યજીવનથી ચિંતામાં વધારો થાય. આજે સ્વાસ્થ્ય બગડી શકે

મીન રાશિ
આજનો દિવસ શુભ છે. આસપાસના વ્યક્તિઓ આપની પ્રશંસા કરે. શેરબજારમાં વિચારીને રોકાણ કરવુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન