Watch here is Daily Horoscope 14 th June Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જેઠ સુદ ચોથને સોમવાર વિનાયક ચતુર્થીએ જાણો કેવો જશે દિવસ તમારો, Video

જેઠ સુદ ચોથને સોમવાર વિનાયક ચતુર્થીએ જાણો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:25 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 જેઠ સુદ ચોથ, સોમવાર, વિનાયક ચતુર્થી. શીખ ગુરુ અર્જુનદેવ શહીદ દિન. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
અંતરાયને પાર કરી શકશો. વિરોધીની કારી ચાલે નહીં, ટૂંકો પ્રવાસ થાય.

વૃષભ રાશિ
માનસિક પ્રસન્નતા જણાય, કાર્ય સફળ થતાં જણાય, આર્િથક બોજો હળવો થાય.

મિથુન રાશિ
મનની મુરાદ બર આવે, આપના પ્રયત્નો ફળતા લાગે, અગત્યના કામ આગળ વધે.

કર્ક રાશિ
તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક, પ્રણયનો પંથ કઠિન બને, સંતાન અંગે ચિંતા રહે.

સિંહ રાશિ
આર્થિક પ્રશ્ન મૂંઝવે, સંપત્તિના કામ આગળ થતો લાગે, શુભાશુભ દિવસ.

કન્યા રાશિ
માનસિક સમસ્યા અનુભવાય, કૌટુંબિક કામ થાય, પ્રવાસ અંગે ખર્ચ થાય.

તુલા રાશિ
આપનું ધાર્યું થવામાં વિલંબ જણાય, ખર્ચને નાથજો, પ્રવાસથી આનંદ.

વૃશ્ચિક રાશિ
તમારી ચિંતાનો ઉકેલ મળે, વ્યવસાયિક પ્રશ્નોને ઉકેલી શકશો. તબિયત કાળજી લેજો.

ધન રાશિ
લાભની તક મળે તે ઝડપી લેજો, તબિયતની કાળજી માગી લેશે, વિઘ્ન દૂર થાય.

મકર રાશિ
વ્યવસાયિક પ્રયત્નો ફળે, વિઘ્નમાંથી માર્ગ મળે, તબિયતની કાળજી લેજો.

કુંભ રાશિ
આર્થિક સમસ્યાનો ઉકેલ મળે, પ્રિયજનથી મિલન, આરોગ્ય ટકાવી શકશો.

મીન રાશિ
મનની મુરાદ બર આવતી જણાય, વિરોધીઓ ફાવે નહીં, પ્રવાસ સંપૂર્ણ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન