Watch here is Daily Horoscope 14 th September Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ આઠમને મંગળવાર, રાધાષ્ટમી પર જાણી લો કેવો જશે દિવસ તમારો, Video

ભાદરવા સુદ આઠમને મંગળવાર, રાધાષ્ટમી પર જાણી લો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:24 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ આઠમ, મંગળવાર, રાધાષ્ટમી. ધરો આઠમ. દધિચી જયંતી. ગુરુ મકરમાં. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના મહત્ત્વના પ્રશ્નોને સુલઝાવવાનો માર્ગ, ઉપાય મળતા જણાય, અકસ્માતથી ભય.

વૃષભ રાશિ
આપના પ્રયત્નો અને ઇચ્છાઓનું ફળ દૂર ઠેલાતું લાગે, કૌટુંબિક બાબતે સાનુકૂળતા, તબિયત સુધરે.

મિથુન રાશિ
આવક સામે જાવક વધતી લાગે, વિવાદથી દૂર રહેજો, રુકાવટનો પ્રસંગ.

કર્ક રાશિ
માનસિક તણાવ અને અશાંતિ દૂર થાય, અગત્યની મુલાકાત ફળે, પ્રવાસ મજાનો રહે.

સિંહ રાશિ
લાગણીઓ ઘવાતી જણાય, પરંતુ મન પર નહીં લો તો ખુશનુમા દિવસ પસાર થાય, ખર્ચનો પ્રસંગ.

કન્યા રાશિ
આપના ધાર્યા કામમાં વિલંબ જણાય, પ્રવાસ, મિલન-મુલાકાત ફળે, કૌટુંબિક કામકાજોમાં સાનુકૂળતા.

તુલા રાશિ
મનના ઓરતા અધૂરા ન રહે તે માટે અગાઉથી કાર્યશીલતા જરૃરી, પ્રયત્નો ફળે, સંજોગોનો સહકાર.

વૃશ્ચિક રાશિ
આવેશ, ઉશ્કેરાટ પર કાબૂ રાખીને સંવાદિતા સર્જી શકશો. વિઘ્ન બાદ સફળતા, તબિયત સુધરે.

ધન રાશિ
દિલ કરતા દિમાગથી કામ લેવાથી વધુ સરળતા અને સ્વસ્થતા જોવાય, નાણાકીય ચિંતા ઉકેલાય.

મકર રાશિ
આપના નોકરી ધંધાના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય, વિરોધી પાછા પડે, વ્યયનો પ્રસંગ.

કુંભ રાશિ
નસીબના ભરોસે રહેવા કરતા કર્મને જોરે ચાલવાથી ફળ મળે, ગૃહવિવાદનો પ્રસંગ, નાણાભીડ.

મીન રાશિ
લોભ-લાલચ અને જલ્દી કમાણી કરવાનો ટૂંકો માર્ગ લાંબો સાબિત થઈ શકે, પ્રવાસ ફળે, સાનુકૂળ તક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન