Watch here is Daily Horoscope 15 th september Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ નવમીને બુધવાર, રામદેવપીરના નોરતા સમાપ્ત કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

ભાદરવા સુદ નવમીને બુધવાર, રામદેવપીરના નોરતા સમાપ્ત કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 ભાદરવા સુદ નવમી, બુધવાર, રામદેવપીરના નોરતા સમાપ્ત. રવિયોગ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપની તબિયત સુધરતી જણાય, ખર્ચ વ્યય ટાળજો, સ્નેહીથી સંવાદિતા રહે.

વૃષભ રાશિ
મહેનત રંગ લાવતી જણાય, કાર્ય સફળતાની તક, સ્નેહીથી મતભેદ ટાળજો.

મિથુન રાશિ
આવક કરતા જાવક વધે નહીં તે જોજો, તબિયતની સાચવણી જરૃર માનજો.

કર્ક રાશિ
આર્િથક વ્યવહારોમાં સાવધાન રહેવું, ધંધાકીય પ્રગતિ જણાય, મિલન-મુલાકાત ફળે.

સિંહ રાશિ
આપની અગત્યની યોજના અંગે જરૃરી મદદ મળતી જણાય, ચિંતા હળવી બને, તબિયત સાચવવી.

કન્યા રાશિ
આપની પ્રગતિ વિકાસની અપેક્ષા માટે સંજોગ સુધરશે, આરોગ્ય ચિંતા દૂર થાય, ખર્ચનો પ્રસંગ.

તુલા રાશિ
સમસ્યાઓમાં આડબીડ જંગલમાંથી પણ ઉકેલની સુંદર કેડી મળી આવે, લોભને થોભ રાખજો.

વૃિૃક રાશિ
આત્મબળ અને આત્મનિર્ભરતા સફળતાની આવી બની રહેશે, પ્રવાસ મજાનો, નાણાકીય પ્રશ્ન હલ થઈ શકશે.

ધન રાશિ
સ્વપ્નોની પાંખે વિહરવા કરતાં કર્મના સહારે ચાલવાથી ધ્યેય તરફ આગળ વધાશે, ખર્ચ અટકાવજો, સ્નેહીથી મિલન.

મકર રાશિ
તમારા મૂંઝવતા પ્રશ્નોને ઉકેલ લાવવા ધીરજ જરૃરી સમજજો, કૌટુંબિક સફળતા, અગત્યનું કામ થઈ શકે.

કુંભ રાશિ
આભાસી લાભના મૃગજળ પાછળ દોડવા કરતાં પરિશ્રમનું જળ બુંદ મીઠું લાગશે, સ્નેહીથી વિવાદ ટાળજો.

મીન રાશિ
મનરાશિસ્થિતિને સમતોલ રાખી આગળ વધજો, ફતેહ આગળ રાહ જોતી લાગે, પ્રવાસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન