Watch here is Daily Horoscope 19 th June Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જેઠ સુદ નવમીને શનિવાર, ચંદ્ર બુધનો ત્રિકોણયોગ કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

જેઠ સુદ નવમીને શનિવાર, ચંદ્ર બુધનો ત્રિકોણયોગ કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:25 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 જેઠ સુદ નવમી, શનિવાર, હરિનવમી. યમઘંટ યોગ ૨૦-૨૯ સુધી. ચંદ્ર બુધનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપના વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાતા લાગે, નાણાકીય તંગીનો અનુભવ થાય, સ્નેહીથી મિલન.

વૃષભ રાશિ
કૌટુંબિક કાર્ય સફળ થાય, માનસિક અકળામણનો ઉકેલ મળે, મિત્રો ઉપયોગી થાય.

મિથુન રાશિ
આરોગ્ય અંગે બેદરકારી ન રાખવી, ધીરજના ફળ મીઠા મળે, પ્રવાસમાં વિઘ્ન.

કર્ક રાશિ
લાભની આશા ફળે, કાર્યસફળતા મેળવી શકશો, શત્રુની હારી ન ચાલે.

સિંહ રાશિ
આપની ચિંતાનો ઉકેલ મળે, સાનુકૂળ સંજોગો જણાય, કૌટુંબિક મતભેદો ઉકેલી શકશો.

કન્યા રાશિ
સાનુકૂળતાનો લાભ લઈ લેજો, મહત્ત્વની મુલાકાત થાય, સંતાનના કામ આગળ ધપે.

તુલા રાશિ
નાણાકીય પ્રશ્નો અંગે ચિંતા રહે, આપના પ્રયત્નો વધારવા પડે, ખર્ચ- ખરીદી થાય.

વૃશ્ચિક રાશિ
લાભની આશા ઠગારી નીવડે, આપના પ્રયત્નો વિલંબથી ફળે, ગૃહવિવાદ ટાળજો.

ધન રાશિ
આપની મૂંઝવણનો ઉકેલ મળે, મહત્ત્વની સમસ્યા દૂર થાય, માનસિક તણાવ દૂર થાય.

મકર રાશિ
તમારા પ્રયત્નો વિલંબથી ફળે, કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા રહે, અગત્યના પ્રશ્નો ઉકેલાય.

કુંભ રાશિ
મનની મુરાદ ફળતી લાગે, અગત્યના પ્રશ્નો ઉકેલાય, લાભની આશા ફળદાયી લાગે.

મીન રાશિ
અગત્યના કાર્ય માટે સાનુકૂળતા, પ્રવાસ સફળ થાય, આરોગ્ય સાચવવું પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન