Watch here is Daily Horoscope 21 th October Rashifal video
  • Home
  • Featured
  • આસો વદ એકમ ગુરુવાર, ચંદ્ર શનિના કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણો

આસો વદ એકમ ગુરુવાર, ચંદ્ર શનિના કેન્દ્રયોગ કેવો જશે દિવસ તમારો જાણો

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો વદ એકમ, ગુરુવાર, વ્રજમાં કારતક શરૃ. ચંદ્ર શનિનો કેન્દ્રયોગ.

મેષ રાશિ
મનના મનસૂબાઓને સાકાર કરવા અને ઇષ્ટફળ મેળવવાની તક ઝડપી લેજો.

વૃષભ રાશિ
આપની ઉદ્યમશક્તિ અને સંસ્કારી વર્તન દ્વારા આપ વિરોધી સ્થિતિમાંથી ફળ મેળવી શકશો.

મિથુન રાશિ
આપની કુશાગ્ર બુદ્ધિના ચમકારા અને સક્રિયતા જરૃર સફળતા અપાવી શકે.

કર્ક રાશિ
આપની ચંચળ પ્રકૃતિઓ અને પરિવર્તનશીલ વિચારોને નાથીને દૃઢ નિર્ણય કર્મ વડે કાર્યફળ મેળવશો.

સિંહ રાશિ
આપ જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહીને આયોજનપૂર્વક કાર્ય કરશો તો શુભ ફળ આવી મળે.

કન્યા રાશિ
આપના અગત્યના સંબંધો અને આપની સૂઝબૂજથી આપ ચિંતામુક્ત થઈ શકશો.

તુલા રાશિ
આપની સોમ્યતા અને સેવાવૃત્તિ આપને ભલે જશ ન અપાવે પણ પ્રસન્તાની લાગણી અનુભવી શકશો.

વૃશ્ચિક રાશિ
જમાનાની થપાટો અને સંઘર્ષથી બચવા આપને માનસિક સ્વસ્થતા સંયમ જરૃરી.

ધન રાશિ
આપના પક્ષે સત્ય અને આદર્શ હોય છતાં અન્યની વાતની અગત્યતા સમજશો તો જશને જશ મળે.

મકર રાશિ
અંતર્મુખી અને આત્મકેન્દ્ર રહેવાના બદલે બહિર્મુખ બની સૌનો સાથ લઈ શકશો.

કુંભ રાશિ
મનની મસ્તી અને તનની શક્તિ ઉપરાંત જો આત્મવિશ્વાસની શક્તિ ભળે તો સમજજો આનંદ જ આનંદ.

મીન રાશિ
આપના ઉત્સાહના ધોધને કર્મમાં બદલીને આપ લક્ષ પ્રતિ જલ્દી આગળ વધી શકશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો