Watch here is Daily Horoscope 22 th July Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ સુદ તેરસને ગુરુવાર, સૂર્ય સાયન સિંહ રાશિમાં કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

અષાઢ સુદ તેરસને ગુરુવાર, સૂર્ય સાયન સિંહ રાશિમાં કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:15 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 અષાઢ સુદ તેરસ, ગુરુવાર, સૂર્ય સાયન સિંહ રાશિમાં. ચંદ્ર શુક્રનો ત્રિકોણયોગ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
અંતરાશિકરણમાં અજંપો અનુભવાય, કાર્યલાભ વિલંબિત લાગે, વિવાદથી દૂર રહેજો પ્રવાસ અંગે સાનુકૂળતા.

વૃષભ રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થતી લાગે. આશાસ્પદ સંજોગો જણાતા મુલાકાત ફળે, આરોગ્ય સાચવવું.

મિથુન રાશિ
આરોગ્ય જળવાતું લાગે, અકસ્માતથી સંભાળવું. જાવક વધતી લાગે, નોકરી ધંધામાં પ્રગતિની તક.

કર્ક રાશિ
ધીમે ધીમે પ્રગતિનો અહેસાસ, મહેનતનું ફળ મળે, સ્નેહીથી સહકાર મળે, વ્યવસાયિક કાર્ય સફળ થાય.

સિંહ રાશિ
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, સામાજિક પ્રસંગ, ચિંતા દૂર થાય, સ્નેહીથી મિલન.

કન્યા રાશિ
ચિંતા અશાંતિના વાદળ વિખેરાય, પરિસ્થિતિ સુધરતી જણાય, તબિયત સચવાય, સંતાનના કામ સફળ થાય.

તુલા રાશિ
કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકશો. નોકરી-ધંધામાં તણાવ દૂર થાય, પ્રવાસ તક મળે તે ઝડપી લેજો.

વૃશ્ચિક રાશિ
સમસ્યા હોય તો દૂર થાય, આર્િથક પ્રશ્ન હલ થાય, પ્રવાસ ફળે, મહત્ત્વની મુલાકાત સફળ થાય.

ધન રાશિ
આપના મનના ઓરતા અધૂરા જણાય. વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો. વિલંબ વિઘ્નનો પ્રસંગ હોય તો દૂર થાય.

મકર રાશિ
આપના પ્રયત્નો સફળ બનતા જણાય, લાભની તક ઝડપી લેજો. કૌંટુબિક બાબતથી આનંદ.

કુંભ રાશિ
સામાજિક, વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, સ્વજનથી સહકાર, સંપત્તિના કામમાં ગૂંચ રહે.

મીન રાશિ
મુશ્કેલીને પાર કરી શકશો. ખર્ચ વ્યયનો પ્રસંગ, સામાજિક કાર્ય થઈ શકે, મિત્રો-ભાગીદારોથી મતભેદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન