Watch Daily Horoscope 23 th September 2020 Rashifal video
  • Home
  • Featured
  • અધિક આસો સુદ સાતમને બુધવાર રાહુનું વૃષભમાં ગોચર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

અધિક આસો સુદ સાતમને બુધવાર રાહુનું વૃષભમાં ગોચર કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:30 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે. 

વિક્રમ સંવત 2076, અધિક આસો સુદ સાતમ, બુધવાર, વિંછુડો, રાષ્ટ્રીય આશ્વિન શરૃ, રાહુ વૃષભમાં કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
આપની કેટલીક જવાબદારીઓ અંગે તણવા હશે તો દૂર થાય તેવા સંજોગો નિર્માણ થતાં લાગે. 

વૃષભ રાશિ
વ્યાવસાયિક હોય યા કૌટુંબિક આપના અગત્યના પ્રશ્ન હલ કરવાની તક ઊભી થાય. પ્રવાસ મજાનો નીવડે. 

મિથુન રાશિ
લાગણીઓના આવેશમાં આવ્યા વિના ગણતરીપૂર્વક કાર્ય આયોજન હિતાવહ થશે. સગાં-સંબંધીનો સહકાર. 

કર્ક રાશિ
‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ એ ઉક્તિ સાર્થક થતી લાગે. પ્રયત્નોનું ફળ ચાખી શકશો. ક્લહ-ક્લેશ અટકાવજો. 

સિંહ રાશિ
મનની મુરાદોને મહત્વ આપવા કરતાં સામે આવેલી તકને આપજો. જે લાભદાયી નીવડે. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા. 

કન્યા રાશિ
તમારા અટકેલાં કામકાજોને આગળ ધપાવી લેજો. વિવાદથી દૂર રહેજો. મિલન-મુલાકાતથી આનંદ. 

તુલા રાશિ
આપની અંગત ચિંતાઓનાં વાદળ વિખેરાતાં લાગે. પ્રતિકૂળતા દૂર થાય. આર્િથક પ્રશ્નનો ઉકેલ આવતો જણાય. 

વૃશ્ચિક રાશિ
મનોવ્યથાનો અનુભવ વધુ ન સહેવો પડે. મિત્રની મદદ ઉપયોગી બને. નાણાભીડ જણાય. 

ધન રાશિ
ધ્યાન અને એકાગ્રતા દ્વારા લક્ષ પ્રાપ્તિ સરળ બનશે. ચિંતા હળવી બને. ખર્ચનો પ્રસંગ. 

મકર રાશિ
કુદરતી મહેરનો અનુભવ અનુભવાય. વિવાદોને શમાવી શકશો. આશા ફળતી લાગે. 

કુંભ રાશિ
અવરોધ કે મુશ્કેલીના સંજોગમાંથી બહાર નીકળી શકશો. પ્રિયજનથી સંવાદિતા. ખર્ચ અટકાવજો. 

મીન રાશિ
તણાવગ્રસ્ત અને વ્યગ્ર હશો તો હવે રાહતનો શ્વાસ લઈ શકશો. સુધરતા સંજોગ જણાય. પ્રવાસ અનુકૂળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન