Watch here is Daily Horoscope 24 th June Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વટ સાવિત્રી વ્રતની પૂનમ, કબીર જયંતી પર જાણી લો કઇ રાશિને થશે લાભ કોને થશે નુકસાન, Video

વટ સાવિત્રી વ્રતની પૂનમ, કબીર જયંતી પર જાણી લો કઇ રાશિને થશે લાભ કોને થશે નુકસાન, Video

 | 6:15 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 જેઠ સુદ પૂનમ, ગુરુવાર, વટ સાવિત્રી વ્રતની પૂનમ. કબીર જયંતી. વિંછુડો 09.11 સુધી. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
મનોકામનાની ર્પૂિત કરવા મિત્ર, વડીલની મદદ જરૃરી ગણજો. નાણાભીડ, તબિયતની ચિંતા.

વૃષભ રાશિ
મહેનત અને લગનથી કામ કરવાથી ઇચ્છિત મેળવું સહેલું લાગશે, ખર્ચ રહે, વિવાદ ટાળજો.

મિથુન રાશિ
લાગણીઓના ઉભરા પર કાબૂ રાખી સંયમથી ચાલશો તો સુખનો આસ્વાદ માણી શકશો.

કર્ક રાશિ
આપના મહત્ત્વના કાર્ય અંગે સાનુકૂળતા સર્જાય, કૌટુંબિક ચિંતા દૂર થાય, સ્નેહીથી મિલન.

સિંહ રાશિ 
વિશ્વાસે સાહસ ખેડશો નહીં, અનુભવનું માર્ગદર્શન ઉપયોગી બને, ખર્ચનો પ્રસંગ.

કન્યા રાશિ
આર્થિક સંજોગો કઠિન હશે તો હળવા બનાવવાનો ઉપાય મળે, સ્વજનથી વિચાર ભેદ, પ્રવાસ.

તુલા રાશિ
સમયનો સદ્ઉપયોગ કરીને ઇષ્ટફળ મેળવવાનો પ્રયત્ન કરશો, મિત્ર-સંબંધીઓથી સંવાદિતા, ખર્ચ.

વૃશ્ચિક રાશિ
આરોગ્ય જાળવી લેજો, સમય સુધરતો જણાય, નાણાકીય બાબતને હલ કરી શકશો.

ધન રાશિ
ચિંતા ઉદ્વેગ અને તણાવમાંથી મુક્તિ માટે સમાધાનકારી, આધ્યાત્મિક વલણ મદદરૃપ થાય.

મકર રાશિ
લોભ-લાલચથી પર રહીને કાર્ય કરવાથી નુકસાન અટકશે, કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા.

કુંભ રાશિ
આપની વ્યવસાયિક ચિંતાનો ભાર ઉતારવા વ્યવસ્થિત આયોજન જરૃરી માનજો, નાણાભીડ સર્જાય.

મીન રાશિ
આપના હાથ ધરેલા કામકાજોને આગળ ધપાવવાના સંજોગો તક સર્જાય. તબિયત ચિંતા દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન