Watch here is Daily Horoscope 25 th October Rashifal video
  • Home
  • Featured
  • આસો વદ પાંચમને સોમવાર આ ત્રણ રાશિએ જરા સંભાળીને રહેવુ, Video

આસો વદ પાંચમને સોમવાર આ ત્રણ રાશિએ જરા સંભાળીને રહેવુ, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 આસો વદ પાંચમ, સોમવાર, વૃદ્ધિ તિથિ. કષ્ટભંજન દેવનો પાટોત્સવ.

મેષ રાશિ
‘પારકી આશ સદા નિરાશ’ એ કહેવત નજર સમક્ષ રાખી જાત પર આધારિત રહી સફળતા હાંસલ થઈ શકશે.

વૃષભ રાશિ
આપની અધૂરી ઇચ્છાઓ કે પ્રયત્નોનું ફળ મેળવવા આપે ઇંતેજાર કરવો પડે.

મિથુન રાશિ
આપના કાર્યક્ષેત્રે જણાતી કોઈ અડચણને દૂર કરવાનો ઉપાય શોધી શકશો.

કર્ક રાશિ
પ્રચંડ પુરુષાર્થ અને ઇચ્છાશક્તિના જોરે તમે નિષ્ફળતાથી બચી શકશો.

સિંહ રાશિ
માનસિક સ્વસ્થતાને ટકાવી રાખીને તમે પ્રવૃત્તિશીલ રહી આગળ વધી શકશો.

કન્યા રાશિ
આપની અપેક્ષાઓ અને ઇરાદાઓને ઇષ્ટફળ મેળવવા ધીરજ ધરવી જરૃરી બને.

તુલા રાશિ
આપની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે પૂરતું આયોજન, ગણતરી મદદરૃપ થઈ શકશે. તબિયત સુધરતી લાગે.

વૃશ્ચિક રાશિ
અશાંતિ અને નિરાશાના વાદળ વિખેરાતા જણાશે, સગાં-સ્વજનથી વિવાદ ટાળજો. ખર્ચ જણાય.

ધન રાશિ
ખોટું પગલું ન ભરાઈ જાય તે જોજો. વિશ્વાસે ન ચાલવા સલાહ છે. ખર્ચ જણાય.

મકર રાશિ
કૌટુંબિક અને વ્યવસાયિક ક્ષેત્રે સંજોગ બદલવાની આશા રાખી શકશો. નાણાંભીડનો ઉપાય મળે.

કુંભ રાશિ
આળસ અને બેદરકારી છોડીને ચાલવાથી પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. પ્રવાસ, તબિયત સાચવજો.

મીન રાશિ
આપને આવી મળનાર શુભ તકને ઝડપી લેવાનું ન ચૂકશો, સ્નેહીથી મિલન.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો