Watch here is Daily Horoscope 26 th July Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ વદ ત્રીજને સોમવાર, ચંદ્ર ગુરુની યુતિ પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

અષાઢ વદ ત્રીજને સોમવાર, ચંદ્ર ગુરુની યુતિ પર જાણીલો કેવો જશે દિવસ તમારો, Video

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 અષાઢ વદ ત્રીજ, સોમવાર, પંચક. જયા પાર્વતી વ્રતના પારણાં. ચંદ્ર ગુરુની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
સામાજિક બાબતો અંગેની ચિંતા સમસ્યાનો ઉકેલ દેખાય. આર્િથક મૂંઝવણ, મિલન-મુલાકાત.

વૃષભ રાશિ
પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. આરોગ્ય સાચવવું. કૌટુંબિક સ્વજન અંગે મૂંઝવણ

મિથુન રાશિ
કાર્ય લાભ અને પ્રગતિના સંજોગો સર્જાતા જોવા મળે. વિવાદ અટકે, અકસ્માત ભય.

કર્ક રાશિ
મહત્ત્વની તક સર્જાતી જણાય, પરિશ્રમ વધારવાથી લાભ. સફળતાનો યોગ. ગૃહજીવનની સમસ્યા હલ થાય.

સિંહ રાશિ
આપના વ્યવસાયિક ક્ષેત્રે સંજોગ સાનુકૂળ બનતા લાગે. વિઘ્નને પાર કરી શકશો. મિલન-મુલાકાત. આનંદ.

કન્યા રાશિ
અકારણ ઉદ્વેગ અશાંતિમાંથી બહાર આવી શકશો. પ્રવાસ સફળ બને. નાણાકીય પ્રશ્ન હલ થાય.

તુલા રાશિ
નોકરી ધંધાના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ હશે તો સુધરશે. ઉપરીથી સમાધાન, પ્રવાસ મજાનો.

વૃશ્ચિક રાશિ
વ્યવસાયિક બાબતો અંગે કોઈ આશાસ્પદ તક સર્જાય. ગૃહવિવાદ અટકાવજો. ખર્ચ.

ધન રાશિ
માનસિક તણાવ અને અર્થહિન ચિંતાથી બચવા ધ્યાન-યોગ ઉપયોગી, નાણાકીય ચિંતા હલ થાય.

મકર રાશિ
આપના અગત્યના કાર્ય અંગે રૃકાવટ જણાય. ગૃહજીવનમાં અશાંતિ ન સર્જાય તે જોજો. પ્રવાસ.

કુંભ રાશિ
સામા પવને ચાલતા રહો તેવું લાગે, નિરાંત મળે નહીં, નાણાકીય સમસ્યાનો ઉકેલ મળતો જણાય.

મીન રાશિ
તમારા પ્રયત્નો ફળદાયી બનાવી શકશો. મિત્ર સ્વજનથી સહકારી, લાભની તક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન