Watch Daily Horoscope 4 th July 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ સુદ ચૌદશને શનિવાર, મિથુન રાશિએ જરા સંભાળીને રહેવુ, કેવો જશે તમારો દિવસ જાણો

અષાઢ સુદ ચૌદશને શનિવાર, મિથુન રાશિએ જરા સંભાળીને રહેવુ, કેવો જશે તમારો દિવસ જાણો

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ સુદ ચૌદશને શનિવાર. નક્ષત્ર- મુળ, યોગ -બ્રહ્મ, કરણ – વિષ્ટિ. આજની રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)

મેષ રાશિ
લક્ષ્ય ચુકી ન જવાય તેનું ધ્યાન રાખવુ. ગૃહજીવનના કાર્ય માટે પ્રગતિનો સમય. દરેક કાર્યમાં સાનુકુળ તકો સર્જાય

વૃષભ રાશિ
આજે દરેક કાર્યમાં હકારાત્મક વલણ રાખવુ. સ્વજન સાથે આજે મનમેળ સાધવાનો ઉત્તમ સમય છે

મિથુન રાશિ
કોઇના પર આજે વધુ પડતો વિશ્વાસ ન કરવો. વધુ પડતા ખર્ચથી પણ આજે બચતા રહેવુ. કામ બાબતની મુલાકાત સફળ રહે

કર્ક રાશિ
આજે આર્થિક આયોજન સાવધાની પુર્વક કરવુ. ધારેલા કાર્યો નિષ્ફળ થાય. પરિવારમાં વાદ વિવાદથી દુર રહેવુ

સિંહ રાશિ
ધારેલા કાર્યો સફળ થતા જણાય. પ્રગતિ નો માર્ગ મોકળો થતો દેખાય. સ્નેહીજનોનો સાથ સહકાર દરેક કાર્યમાં મળી રહે

કન્યા રાશિ
અટકેલા કાર્યો પાર પડતા જણાય. નસીબનો સાથ મળશે. કામ બાબતે મહત્વની મુલાકાત થાય

તુલા રાશિ
માનસિક મુંઝવણ સતાવે. નવી નવી પર ધ્યાન આપશો તો લાભ થશે. નાના પ્રવાસથી આજે લાભની શક્યતાઓ છે

વૃશ્ચિક રાશિ
નોકરી બાબતે સારા સમાચાર મળી શકે. દાંપત્ય જીવન સુખમય રહે

ધન રાશિ
નાણાંભીડમાંથી રાહત મળતી જણાય. અણધાર્યા વિઘ્નો આપને પરેશાન કરે. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય

મકર રાશિ
આપનો જીદ્દી સ્વભાવ આજે આપને પરેશાન કરે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ પડે. આધ્યત્મનો માર્ગ આજે આપને પસંદ પડે

કુંભ રાશિ
સામાજીક ક્ષેત્રે માન સન્માન વધે. હિતશત્રુઓથી સાવધાન રહેવુ. કોઇ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો

મીન રાશિ
મિલકતને લગતા નિર્ણયો આજે ન લેવા. માતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવે. નોકરીને લઇને સારા સમાચાર મળે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન