Watch here is Daily Horoscope 4 th may Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચૈત્ર વદ આઠમને મંગળવાર, મકર, વૃષભ, સિંહનો દિવસ ભારે, શું કહે છે તમારી રાશિ જાણી લો, Video

ચૈત્ર વદ આઠમને મંગળવાર, મકર, વૃષભ, સિંહનો દિવસ ભારે, શું કહે છે તમારી રાશિ જાણી લો, Video

 | 6:22 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077, ચૈત્ર વદ આઠમ. મંગળવાર, પંચક ક. ૨૦-૪૬થી. મુ. શહાદતે હઝરત અલી કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
ધીરજના ફળ મીઠા મળે, વ્યવસાયિક કાર્ય આગળ વધે, પ્રવાસ અંગે સાનુકૂળતા.

વૃષભ રાશિ
આપના વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાતા લાગે, નાણાંકીય તંગીનો અનુભવ થાય.

મિથુન રાશિ
સાનુકૂળ તક મળે તે ઝડપી લેજો, મિલન-મુલાકાતથી લાભ, આરોગ્ય ટકાવી શકશો.

કર્ક રાશિ
તમારી મૂંઝવણનો ઉકેલ મળે, માનસિક પ્રસન્નતા જણાય, સ્નેહીથી મિલન.

સિંહ રાશિ
લાભની આશા ઠગારી નીવડે, વિઘ્નો-વિલંબ જણાય, ધીરજ ફળે.

કન્યા રાશિ
આપની કામગીરી અંગે સાનુકૂળતા, સ્નેહીથી લાભ, આવકની સમસ્યા જણાય.

તુલા રાશિ
મનદુઃખ દૂર થાય, પ્રવાસ ફળે, સામાજિક કાર્ય અંગે પ્રગતિકારક, ખર્ચનો પ્રસંગ

વૃશ્ચિક રાશિ
અશાંતિના વાદળ વિખેરાતા લાગે, સ્વજનથી ગેરસમજ દૂર થાય, સફળતાની તક મળે તે ઝડપી લેજો.

ધન રાશિ
આપની વ્યવસાયિક યા સામાજિક ચિંતા હશે તો તેનો ઉકેલ મળે, પ્રવાસ સફળતા, મુલાકાતથી લાભ.

મકર રાશિ
માનસિક અજંપો વર્તાય, નાણાંભીડથી બચવા ખર્ચ પર કાબુ જરૃરી બને. મિલન-મુલાકાત અંગે ધાર્યુંન થાય.

કુંભ રાશિ
સામાજિક આર્થિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય, વિરોધીથી સાવધ રહેવું, સંતાનના કામ થાય.

મીન રાશિ
મન ચગા તો કથરોટ મેં ગંગા કહેવત સાર્થક થતી જણાય. વિવાદથી દૂર રહેજો, વ્યવસાયિક લાભ મેળવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન