Watch here is Daily Horoscope 5 th may Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચૈત્ર વદ નવમીને બુધવાર, ચંદ્ર-ગુરુની યુતિ કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

ચૈત્ર વદ નવમીને બુધવાર, ચંદ્ર-ગુરુની યુતિ કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077, ચૈત્ર વદ નવમી, બુધવાર, પંચક, વિશ્વ સૂર્ય દિન, ચંદ્ર-ગુરુની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
સમસ્યા હશે તો દૂર થાય. આર્થિક પ્રશ્નો હલ થાય, પ્રવાસ અંગે ખર્ચ, વ્યથા રહે.

વૃષભ રાશિ
મુશ્કેલીને પાર કરી શકશો, ખર્ચ વ્યયનો પ્રસંગ, સામાજિક કાર્ય થઈ શકે, સાનુકૂળતા.

મિથુન રાશિ
ચિંતા-અશાંતિના વાદળ વિખેરાય, પરિસ્થિતિ સુધરતી જણાય, તબિયત સાચવજો.

કર્ક રાશિ
આપનો પ્રવાસ સફળ બનતો જણાય, લાભની તક મળે તે ઝડપી લેજો. કૌટુંબિક બાબતથી આનંદ-સફળતા.

સિંહ રાશિ
આપના મનની મૂંઝવણ દૂર થતી જણાય, આશાસ્પદ સંજોગોનો અનુભવાય, મિલન-મુલાકાતથી લાભ.

કન્યા રાશિ
ધીમે ધીમે પ્રગતિનો અહેસાસ, મહેનતનું ફળ મળે, સ્નેહીનો સાથ-સહકાર મળે.

તુલા રાશિ
આપનો પ્રભાવ અને છાપ જમાવી શકશો. લાભની તક દૂર ઠેલાતી જણાય, વિષાદ-વિવાદનો અનુભવ ક્ષણિક પુરવાર થાય.

વૃશ્ચિક રાશિ
કાલ્પનિક અને આભાસી સમસ્યાઓના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકશો. નાણાભીડ, પ્રિયપાત્ર અંગે શુભ સમય.

ધન રાશિ
આપના મનોરથો અધૂરા રહેતા લાગે. વધુ ધીરજ અને પ્રયત્નો જરૃરી બને. પ્રેમમાં નિરાશા, આર્િથક મૂંઝવણનો ઉકેલ દેખાય.

મકર રાશિ
આપના ગૂંચવાયેલા કામકાજો સુવ્યવસ્થિત કરી શકશો. નાણાકીય બોજ ન વધે તે જોજો. સગા-સ્વજનની ચિંતા દૂર થાય.

કુંભ રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન કે વિલંબ હશે તો દૂર થવા લાગે. કૌટુંબિક પ્રશ્ન અંગે રાહત. આર્િથક ભીડનો ઉપાય મળે.

મીન રાશિ
તમારા માનેલા કાર્યો હજી ઉકેલ્યા હશે તો ઉકેલનો માર્ગ મળે, તકલીફ દૂર થવા લાગે, તબિયત સુધરે, મિલન-મુલાકાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન