Watch Daily Horoscope 8 th July 2020 Rashifal video
  • Home
  • Featured
  • અષાઢ વદ ત્રીજને બુધવાર વૃષભ રાશિના જમીન મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવે, કેવો જશે તમારો દિવસ જાણો

અષાઢ વદ ત્રીજને બુધવાર વૃષભ રાશિના જમીન મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવે, કેવો જશે તમારો દિવસ જાણો

 | 6:50 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

વિક્રમ સંવત 2076, અષાઢ વદ ત્રીજને બુધવાર. નક્ષત્ર- ધનિષ્ઠા, યોગ -પ્રિતી, કરણ – બવ. આજની રાશિ – મકર (ખ,જ) કુંભ (ગ,સ,શ,ષ)

મેષ રાશિ
બાળકોના આરોગ્યની ચિંતા રહે. આયોજન બહારના ખર્ચ થાય. વ્યાપારમાં નુકશાન થઈ શકે

વૃષભ રાશિ
આર્થિક સ્થિતીમાં સુધારો થઈ શકે. વાહન, જમીન મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવે. કાયદાકીય બાબતમાં સાવચેતી રાખવી

મિથુન રાશિ
પ્રમોશનની બાબતે ચર્ચા થઈ શકે. પ્રેમ અને મિત્રતા તાજગીનો અનુભવ કરાવે. આંતરિક સુખ પ્રાપ્ત થાય

કર્ક રાશિ
આજે નાણાકિય તકલીફ થઈ શકે. વહીવટી બાબતમાં નિરાશા મળી શકે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય

સિંહ રાશિ
માનસિક ચિંતા હળવી થાય. પ્રવાસ ફળદાયી રહે. ભાગ્યોદયની તક મળે. જમીન મકાનના સોદા થઈ શકે

કન્યા રાશિ
દિવસ આનંદમય પસાર થાય. સામાજિક પ્રશ્નોનો ઉકેલ આવે. સંતાન તરફથી શુભ સમાચાર મળે

તુલા રાશિ
આર્થિક રીતે વૃદ્ધિ થાય. મન પ્રફુલ્લિત રહે. શરીરમાં પીડા થઈ શક

વૃશ્ચિક રાશિ
નાણાકીય બાબતમાં ચિંતા સતાવે. મોસાળ પક્ષથી સારા સમાચાર આવી શકે. ઉત્તર દિશાનાં પ્રવાસમાં તકલીફ આવે

ધન રાશિ
કોર્ટ કચેરીના પ્રશ્નોનો ઉકેલ આવે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી નિવડે. નોકરીમાં ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે

મકર રાશિ
કોઈ આઘાતજનક સમાચાર મળી શકે. કામના દબાણનાં કારણે ચિંતા વધે

કુંભ રાશિ
ભાગ્યોદય થતો જણાય. મનોવાંચ્છિત કાર્ય થાય. નોકરીમાં નવો પ્રસ્તાવ મળી શકે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ

મીન રાશિ
શત્રુઓ પર વિજય મળી શકે. માનસિક ચિંતા હળવી બને. સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન