OMG! મુંબઇમાં ઘૂસી ગયો દરિયો! ક્યાંક રસ્તાઓ પર તો ક્યાંક ઘરોમાં ઘૂસ્યા પાણી
મુંબઈ તથા પરા વિસ્તારમાં બુધવારે પડેલા મુશળધાર વરસાદને કારણે થાણે અને પાલઘર જિલ્લામાં ઠેરઠેર જળબંબાકાર થતા જનજીવન પર મોટા પાયે અસર પડી હતી. હાલ વરસાદને કારણે મુંબઇમાં રેડ એલર્ટ જારી છે. ચારે તરફ પાણી-પાણી છે. ગાડીઓમાં પાણી ભરાઇ ગયું છે. ટ્રેનોમાં પણ પાણી ભરાઇ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે બુધવારે પડેલા વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.
હાલ મુંબઇમાં વરસાદને કારણે થયેલા નુકસાન અને ભરાઇ ગયેલા પાણીના ભયાનક વીડિયો સામે આવી રહ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા છે. હાલ ટ્વિટર પર #MumbaiRains ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન