watch viral video of buffalo attack on lion
  • Home
  • Featured
  • VIDEO: ખીજાયેલ ભેંસે સિંહને લમધારી નાંખ્યો, જંગલના રાજાને હવામાં જ બે-ત્રણ ગુલાંટ મરાવી દીધી

VIDEO: ખીજાયેલ ભેંસે સિંહને લમધારી નાંખ્યો, જંગલના રાજાને હવામાં જ બે-ત્રણ ગુલાંટ મરાવી દીધી

 | 6:03 pm IST

સિંહ જંગલનો રાજા કહેવાય છે. ક્યારેક તો એ એનાથી કદમાં બમણા હોય એવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે. પરંતુ જ્યારે આ સિંહે જંગલી ભેંસની સામે બાથ ભરી ત્યારે ભીંસ પડી ગઈ. ભેંસ દ્વારા સિંહ પર હુમલો કરાયો એ જોઈને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય એવું છે. આ હુમલો એટલો ખતરનાક હતો કે સિંહનો જીવ પણ અધ્ધર થઈ ગયો.

એવું બન્યું કે જ્યારે સિંહ પોતાનો શિકાર પકડી રહ્યો હતો ત્યારે જ એક ભેંસ દોડતી આવી અને શિંગડાનો ઉપયોગ કરી સિંહને હવામાં ઉડાડી દીધો. તેણે સિંહને બેથી ત્રણ ગૂંલાટ મરાવી દીધી. આ પછી સિંહે પણ દોટ મૂકી અને ભાગી ગયો. આ વીડિયો ફક્ત 6 સેકન્ડનો જ છે. 6 જુલાઈએ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘ક્યા ભેંસ હૈ!’ તો હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન