Waterlogging in South Gujarat: Three inches of rainfell in Tapi's Dolvan and three inches in Dang's Vyara.
  • Home
  • Gujarat
  • દ. ગુજરાતમાં જળબંબાકાર: તાપીના ડોલવણમાં સવા ત્રણ, ડાંગના વ્યારામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, 58 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

દ. ગુજરાતમાં જળબંબાકાર: તાપીના ડોલવણમાં સવા ત્રણ, ડાંગના વ્યારામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, 58 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

 | 7:57 am IST
  • Share

દક્ષિણ ગુજરાતમાં ગત મંગળવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. બુધવાર અને ગુરુવાર બે દિવસ દરમિયાન દક્ષિણના વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુરુવાર રાત્રે પણ આ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. શુક્રવાર સવારથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદનું જોર ઘટી ગયું છે. શુક્રવાર સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ ૫૮ તાલુકામાં ૧ મીમીથી લઈને ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ સુરતના માંડવી તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જોકે તાપી જિલ્લાના ધરમપુર તાલુકામાં વિતેલા ૨૪ કલાકમાં સવા ત્રણ અને વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયાં હતા. આ સિવાય વલસાડના ધરમપુર તાલુકામાં પણ ૧.૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં શુક્રવારે દિવસ દરમિયાન મેઘરાજાએ પોરો  ખાતા છુટાછવાયા વરસાદી ઝાંપટા થયા હતા. જોકે આખો દિવસ  વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રાત્રિ દરમિયાન મન મુકીને વરસેલા વરસાદની ગતિ દિવસે ધીમી થઇ હતી. ગુરુવાર સવારે ૬થી શુક્રવાર સવારે ૬ સુધીમાં ડોલવણમાં ૭૯, વ્યારામાં ૬૯,  વાલોડમાં ૪૫, સોનગઢમાં ૩૫ મિમી વરસાદ નોંધાયો છે.

ડાંગ  જિલ્લામાં ગુરુવારે સાંજે ૪થી શુક્રવારે સવારે ૮ વાગ્યા  સુધી પુરા થતા ૧૬ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૧૫મીમી ૦.૬ ઇચ વરસાદ નોધાયો છે, જ્યારે વઘઇ તાલુકામાં ૩૩ મીમી ૧.૩ ઇંચ, સુબીર તાલુકામાં ૨૫મીમી ૧ ઇંચ અને ગિરિમથક સાપુતારા  ખાતે ૩૬મીમી ૧.૫ ઇચ વરસાદ નોધાયો હતો. વલસાડ જિલ્લામાં શુક્રવારે બપોરે ૪-૦૦ વાગ્યા  સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ ધરમપુર તાલુકામાં  ૧.૪૦ ઇંચ, ઉંમરગામ તાલુકામાં ૧.૧૨ ઇંચ, વલસાડમાં ૧.૧૨ ઇંચ, કપરાડામાં ૦.૮૮ ઇંચ, પારડીમાં ૦.૮૮ ઇંચ અને વાપીમાં ૦.૭૨ ઇંચ  વરસાદ પડયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો