પહેરો આ રીતની ઇઅરિંગ્સ, અને ચેન્જ કરો તમારો લુક - Sandesh
  • Home
  • Lifestyle
  • પહેરો આ રીતની ઇઅરિંગ્સ, અને ચેન્જ કરો તમારો લુક

પહેરો આ રીતની ઇઅરિંગ્સ, અને ચેન્જ કરો તમારો લુક

 | 1:30 pm IST
  • Share

બોલ્ડ ઇઅરિંગ્સ ઓલઓવર પર્સનાલિટીને એટ્રેક્ટિવ લુક આપે છે. ઇઅરિંગ્સમાં વિવિધ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે, જેને તમે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટ પ્રમાણે ચૂઝ કરી શકો છો. ડ્રેપિંગ ચેઇન ઇઅરિંગ્સ્સ, બ્રોચ ઇઅરિંગ્સ્સ, લૂપ લોન્ગ ઇઅરિંગ્સ્સ અને ડેંગલિંગ ઇઅરિંગ્સ્સ જેવી અલગ અલગ ઇઅરિંગ્સ્સ પર્સનાલિટીને એટ્રેક્ટિવ લુક આપે છે.

જો કે ડ્રેપિંગ ચેઇન ઇઅરિંગ્સમાં બહુ બધી ડિઝાઇન જોવા મળે છે. ડ્રેપિંગ ચેઇન ઇઅરિંગ્સ વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટ સાથે મેચ કરી શકાય તેવી જુદી જુદી સ્ટાઇલમાં આવે છે. ડ્રેપિંગ ચેઇન ઇઅરિંગ્સમાં બેથી ત્રણ લેયર્સ આપેલાં હોય છે. જેમાં પર્લ, ડાયમંડનાં ડબલ કલરનાં ઇઅરિંગ્સ મળે છે. કુંડલ તેમજ ફ્લાવર ઝૂમખાં સેલા, બોર્ડરવાળી, વર્કવાળી સાડી સાથે જાજરમાન દેખાય છે.

સ્કૂલ ગર્લથી માંડી કોલેજ ગર્લ અને ઓફિસે જતી યુવતીઓથી માંડી હોમમેકર્સ મહિલાઓ પણ પહેરી શકે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. સ્ટડ ઇઅરિંગ્સ, લોંગ ઇઅરિંગ્સ, શોર્ટ ઇઅરિંગ્સ વગેરેમાં પણ મિસમેચ ઇઅરિંગ્સ મળી રહેશે. તમે તમારી ઇચ્છા મુજબ ઇઅરિંગ્સની પસંદગી કરી શકો છો.

બ્રોચ ઇઅરિંગ્સ ડાયમંડ, મીનો, સ્ટોનમાં જોવા મળે છે. બ્રોચ ઇઅરિંગ્સમાં સ્ટાર, ફ્લાવર, પાંદડીની એમ જુદી જુદી ડિઝાઇન અને શેપ જોવા મળે છે. બ્રોચ ઇઅરિંગ્સમાં સુંદર શેપમાં કટિંગ કરેલાં ડાયમંડનાં ઇઅરિંગ્સ રિચ લુક આપે છે. ઓક્સોડાઇઝનાં બોલ્ડ બ્રોચ ઇઅરિંગ્સ વર્ક કરેલી બાંધણીની સાડી સાથે, સલવાર કુરતા સાથે મેચ કરી શકાય છે. ડાયમંડના બ્રોચ ઇઅરિંગ્સ વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ ક્લાસી લુક આપે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો