અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની ભયાનક આવકના કારણે મોટી હોનારત સર્જાઈ છે. અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર ઓલિયા નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં હાઈવે માર્ગ ધોવાઈ ગયો છે. પાણીની પ્રચંડ ગતિના કારણે સ્ટેટ હાઈવેના બે ભાગ થઈ ગયા છે, જેને પગલે હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

કરેણ નદીમાં પૂર, લાપાળીયા ગામ બેટમાં ફેરવાયું

આ તરફ ભારે વરસાદના કારણે અમરેલી સ્ટેટ હાઈવે પર આવેલી કરેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પૂરના પાણી લાપાળીયા ગામમાં ઘૂસી જતાં આખું ગામ પાણી-પાણી થઈ ગયું છે. લાપાળીયા ગામ હાલમાં આસપાસ પાણીથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોનો સંપર્ક તૂટી ગયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Amreli News: Amreli-Savarkundla State Highway Closed After Road Washed Away in Floods

ચલાલા-ધારી માર્ગ બંધ, નેસડી બસ સ્ટેન્ડ પર ગોઠણસમા પાણી

આ પૂરના કારણે મુશ્કેલી માત્ર હાઈવે પૂરતી સીમિત નથી, સાવરકુંડલાથી ચલાલા અને ધારી તરફ જતો માર્ગ પણ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/DaaVuUXHCXr/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

બીજી તરફ સાવરકુંડલાના નેસડી ગામમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. નેસડી ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ જતાં વાહનો થંભી ગયા છે અને આખો વાહનવ્યવહાર બાધિત થયો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર ન જવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.


https://twitter.com/sandeshnews/status/2073749502515913106


આ પણ વાંચો - Amreli: ધાતરવડી-2 બાદ હવે ધાતરવડી-1 ડેમ પણ સંપૂર્ણ ઓવરફ્લો, રાજુલા શહેરને એલર્ટ રહેવા સૂચના