ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેનાએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે. સધર્ન કમાન્ડ હેઠળ આર્મી દ્વારા HADR ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે રિલિફ, રેસ્ક્યૂ, એન્જિનિયરિંગ તેમજ મેડિકલ ટીમોને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.

નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદમાં સેનાની ટીમો કાર્યરત

પૂરની ગંભીર અસર હેઠળ આવેલા નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં આર્મીની ટીમોએ સીધી કામગીરી શરૂ કરી દીધી છે.


Gujarat Rain Update: Indian Army Launches HADR Operation, Rescues 43 People


આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત, વડોદરા અને અમદાવાદમાં આર્મીની વધારાની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી જરૂર પડતાં જ તેમને તાત્કાલિક રવાના કરી શકાય.

Gujarat Rain Update: Indian Army Launches HADR Operation, Rescues 43 People

NDRF અને SDRF સાથે સંયુક્ત બચાવ અભિયાન

અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના દ્વારા NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને સંયુક્ત બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

Gujarat Rain Update: Indian Army Launches HADR Operation, Rescues 43 People

23 જુલાઈની મોડી રાતથી જ નવસારી જિલ્લામાં આર્મી દ્વારા બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સેનાની ટીમોએ પૂરના પાણીમાં ફસાયેલા 43 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડ્યા છે.

સ્થિતિ પર આર્મીની નજર, બદલાતી પરિસ્થિતિ વચ્ચે હાઈ એલર્ટ

પૂરની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. જરૂરિયાત મુજબ વધુ દળોને સ્થળ પર મોકલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત લોકોના જીવ બચાવવા અને તેમને ઝડપથી રાહત સામગ્રી પહોંચાડવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

Gujarat Rain Update: Indian Army Launches HADR Operation, Rescues 43 People


આ પણ વાંચો - Ahmedabad Rain Update: ભારે વરસાદ બાદ રોગચાળાનો ખતરો, AMC એક્શન મોડમાં, 71,000+ ક્લોરીન ગોળીઓ અને 7,300 ફૂડ પેકેટ વહેંચાયા