ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં ખીલ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં અત્યારે એકસાથે 5 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. જેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફ-શોર ટ્રફ જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ બુધવારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.


[[$googlead]]

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ

બુધવારે સક્રિય થયેલી સિસ્ટમોની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરીને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મુસળધાર વરસાદની સંભાવના છે. ભરૂચ, તાપી અને છોટાઉદેપુરમાં પણ તંત્રને સાબદું રહેવા સૂચના અપાઈ છે.

Gujarat Weather Update: 5 Weather Systems Active, Heavy Rainfall Alert in South Gujarat

[[$alsoread]]

સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં સિઝનનો સરેરાશ વરસાદ જળવાઈ રહે તેવી આશા સેવાઈ રહી છે.

Gujarat Weather Update: 5 Weather Systems Active, Heavy Rainfall Alert in South Gujarat

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત રહેશે

હવામાન વિભાગની આગાહીમાંથી ઉત્તર અને મધ્ય ગુજરાત પણ બાકાત નથી. બુધવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના બાકીના ભાગોમાં સામાન્ય ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

Gujarat Weather Update: 5 Weather Systems Active, Heavy Rainfall Alert in South Gujarat

રાજ્યમાં અત્યાર સુધી 6 ટકા ઓછો વરસાદ, 9 જુલાઈથી જોર ઘટશે

ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત મધ્યમ રહી છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 6 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, બુધવારની આ સાર્વત્રિક મેઘમહેરથી આ ઘટ પૂરી થવાની આશા છે. આ દરમિયાન હવામાન વિભાગે મોટી રાહત આપતા જણાવ્યું છે કે, બુધવારે ધબધબાટી બોલાવ્યા બાદ ગુરુવારથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે-ધીમે ઘટવા લાગશે.


આ પણ વાંચો - Weather Update : રસ્તાઓ જળમગ્ન ભારે ટ્રાફીક, દિલ્હી-NCRમાં વરસાદથી જળબંબાકાર, જુઓ Video


  • Follow us on: