ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂર્ણ જોશમાં ખીલી ઉઠી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નાઉકાસ્ટમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી કેટલાક કલાકો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ પટ્ટા અને મધ્ય ગુજરાત તરફ મેઘરાજા વધુ મહેરબાન થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

સાંજના 4:00 વાગ્યા સુધી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોર પછી સાંજના 4:00 વાગ્યા સુધી પૂર્વ ગુજરાત, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને અમદાવાદ આસપાસ રેડ તથા યલો એલર્ટ

આ સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક મધ્ય અને દક્ષિણ ભાગોમાં સ્થિતિ વધુ ગંભીર બનેલી જોવા મળી રહી છે, જ્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Weather Update: IMD Issues Orange & Red Alert For Several Districts Rain Forecast

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રાહતની સ્થિતિ

બીજી તરફ, રાજ્યના પશ્ચિમ સરહદી વિસ્તાર એટલે કે, કચ્છ જિલ્લામાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં હાલ પુરતી રાહત છે. જેમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં હાલ ભારે વરસાદનું કોઈ મોટું જોખમ નથી.


Gujarat Weather Update: IMD Issues Orange & Red Alert For Several Districts Rain Forecast

તંત્ર એલર્ટ અને નાગરિકો માટે સલાહ

હવામાન વિભાગની આવી ગંભીર આગાહીને પગલે સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સજ્જ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ વાળા જિલ્લાના રહીશોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને નદી-નાળા નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે.

Gujarat Weather Update: IMD Issues Orange & Red Alert For Several Districts Rain Forecast


30 જુલાઈની રાત્રે અને 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન હવે ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યમાં આગામી કલાકોમાં આફતનો વરસાદ વરસવાની શક્યતા છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું છે કે, 30 જુલાઈ રાત્રે અને 31 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી અત્યંત સાવચેત રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જે કારણે વડોદરા, નવસારી, અમદાવાદ અને સુરતમાં શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.


આ પણ વાંચો - Monsoon 2026 : આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ, 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી