8 જૂન બાદ વરસાદ અટક્યો હતો. પરંતુ આજથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટકના બાકીના ભાગોમાં આગળ વધ્યુ હતુ. 

શુ કહે છે હવામાન વિભાગ ? 

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 4 જૂને કેરળમાં પ્રવેશ્યું હતુ. આ પછી, ચોમાસાની ગતિ અચાનક ધીમી પડી ગઈ હતી. જૂનમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ પરિસ્થિતિ વિપરીત સાબિત થઇ હતી. તો આ તરફ, મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ચોમાસું અટક્યુ છે. IMD મુજબ 1થી20 જૂન દરમિયાન, દેશમાં 41 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન, 92.8 મીમી વરસાદની અપેક્ષા હતી. પરંતુ ફક્ત 54.4 મીમી જ વરસાદ પડ્યો છે. 

કયા રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો?

આસામ અને મેઘાલયમાં 55 ટકાથી ઓછો વરસાદ, ઝારખંડમાં 68 ટકા ઓછો વરસાદ, પૂર્વી મધ્યપ્રદેશમાં 64 ટકા ઓછો, ગુજરાતમાં 55 ટકા ઓછો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 91 ટકા ઓછો, કોંકણ અને ગોવામાં 55 ટકા ઓછો, મધ્ય મહારાષ્ટ્રમાં 52 ટકા ઓછો, મરાઠવાડામાં 69 ટકા ઓછો, વિદર્ભમાં 79 ટકા ઓછો, છત્તીસગઢમાં 64 ટકા ઓછો અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 51 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

મહારાષ્ટ્રના અમુક ભાગમાં અટક્યું ચોમાસુ 

છેલ્લા કેટલાક દિવસોથી, મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધી શક્યું નથી. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ચોમાસું ઘણા દિવસોથી અટક્યુ છે. આગાહી મુજબ, ચોમાસું 23 જૂનની આસપાસ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધવાની ધારણા છે. રવિવારે સવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. 

ચોમાસું કયા રાજ્યમાં ક્યારે પહોંચશે?

દિલ્હીમાં જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં ટોમાસુ પહોંચવાની ધારણા છે. ઉત્તર પ્રદેશમાં 25થી30 જૂનની વચ્ચે તો બિહાર અને ઝારખંડમાં 23 જૂન પછી આગળ વધવાની પ્રક્રિયા શરૂ થશે. મધ્યપ્રદેશમાં 25 જૂન સુધીમાં વરસાદ પહોંચવાની ધારણા છે. રાજસ્થાનમાં 22 જૂન પછી ટોમાસુ આગળ વધવાની ધારણા છે. તો મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદ આગળ વધવાની શક્યતા છે. છત્તીસગઢમાં 23 જૂનની આસપાસ મોન્સૂન પહોંચવાની ધારણા છે. 

આ પણ વાંચોઃ 13 વર્ષની ઉંમર પહેલા બાળકોને શિખવો ઇન્ટરનેટની દુનિયાના સલામતીના નિયમો

  • Follow us on: