હવે લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યો માટે વરસાદ અંગે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. લોકોને ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળવાની શક્યતા છે.


આ રાજ્યોમાં પણ ભારે વરસાદનું એલર્ટ

આગામી 5થી 7 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર-પૂર્વ ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના પ્રભાવને કારણે 11 અને 12 જૂન, 2026 (ગુરુવાર અને શુક્રવાર) દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.

જાણો કયા-કયા રાજ્યોમાં પહોંચી ગયું છે ચોમાસુ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને અનેક રાજ્યોને આવરી ચૂક્યું છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસુ હાલ કેરળ, ગોવા, તમિલનાડુના મોટા ભાગના વિસ્તારો

કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, આંધ્ર પ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્ય (આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, મિઝોરમ અને ત્રિપુરા)માં પહોચી ગયુ છે. 

વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે હવામાનમાં ફેરફાર

વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે દિલ્હી-એનસીઆરના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. મંગળવારે દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન આંધી અને તોફાની પવન પણ ફૂંકાયા હતા. બુધવારે રાત્રે ગાઝિયાબાદ અને નોઇડામાં પણ તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. જેના કારણે લોકોને કડક ગરમી અને ઉકળાટથી ઘણી રાહત મળી છે. છૂટાછવાયા વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે.

ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 11 અને 12 જૂન (ગુરુવાર અને શુક્રવાર) દરમિયાન દિલ્હી-એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન આંધી-તોફાન અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિઓને કારણે 12 જૂને દિલ્હીનું મહત્તમ તાપમાન ઘટીને આશરે 35થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

  • Follow us on: