ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે.
12 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદની સાથે અતિભારે વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે અતિભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.
અમદાવાદ-ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને શહેરોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

લોકોને સાવચેતી રાખવા અપીલ
હવામાન વિભાગે લોકોને નદી, નાળા, તળાવ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ જણાવાયું છે.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’