છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી કરાઇ હતી પણ આજે સવારથી શહેરમાં ક્યાંય પણ એક ટીપું પાણી પડ્યું નથી કે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંય વરસાદ નથી. ખેડા જિલ્લાથી લઇને છેક ડાંગ સુધી વરસાદની તીવ્ર અસર છે. પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે તો અમદાવાદમાં રેડ એલર્ટ હોવા છતાં કેમ વરસાદ પડ્યો નહી તેવો વિચાર તમને આવે તે સ્વાભાવિક છે.

શહેરમાં બપોર પછી વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા

તમારા મનમાં ઉઠતા આ સવાલનો જવાબ સંદેશ ડિજીટલે ગૂગલ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો 31 જુલાઇએ ક્યારે વરસાદ પડશે. ગૂગલ મહારાજ કહી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં બપોર પછી વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી હેરાન થતા અમદાવાદીઓને બપોર બાદ મેઘરાજા રાહત અપાવશે.

મુખ્ય વરસાદી સ્પેલ બપોરે 1 વાગ્યા પછી શરૂ થવાનો અંદાજ 

ગૂગલના વેધર રિપોર્ટ અનુસાર, બપોરે 12 વાગ્યાથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ ઘેરાવાનું શરૂ થઈ જશે અને 30% વરસાદી ઝાપટાંની શક્યતા રહેશે. જોકે, મુખ્ય વરસાદી સ્પેલ બપોરે 1 વાગ્યા પછી શરૂ થવાનો અંદાજ છે. 

Ahmedabad Rain Forecast: Heavy Rainfall Expected Today After 1 PM

બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન ભારે વરસાદની શક્યતા

બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની 40% શક્યતા દર્શાવવામાં આવી છે.

સાંજે 4 વાગ્યા બાદ સુમારે શહેરમાં અતિ વરસાદ ખાબકવાની પ્રબળ શક્યતા

ત્યારબાદ બપોરે 3 વાગે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે સાંજે 4 વાગ્યા બાદ સુમારે શહેરમાં અતિ વરસાદ ખાબકવાની પ્રબળ શક્યતા છે, જ્યાં વરસાદની શક્યતા 60% સુધી દર્શાવાઈ છે. બપોર પછી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની શક્યતાને પગલે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.

બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ 

અમદાવાદમાં આજરોજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. C-DAC સિસ્ટમના અંદાજ મુજબ શહેરના ઈસનપુર, લાંભા અને સરખેજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બોડકદેવ, વેજલપુર અને જોધપુર વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે.

ઘરે પરત ફરતા લોકો માટે વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે

સાંજના સમયે નોકરી કે કામકાજેથી ઘરે પરત ફરતા લોકો માટે વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે, તેથી બપોર પછી બહાર નીકળતા પહેલા રેનકોટ કે છત્રી સાથે રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે. 


આ પણ વાંચો  :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?