ગુજરાતમાં એકસાથે 5 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં મુસળધારથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં રેડ એલર્ટ
ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ
આ ઉપરાંત ભરૂચ અને નર્મદા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે
દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી
બીજી તરફ દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ભારે વરસાદના પગલે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
સાવચેત રહેવા લોકોને અપીલ
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી-નાળા કાંઠે ન જવા અને અત્યંત જરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. SEOC તેમજ NDRF અને SDRFની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’