રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થશે. જુલાઈ અંતમાં અને ઓગસ્ટ આરંભમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે.
હાલમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે,
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ
જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયાકિનારે 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘવર્ષા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં મેઘવર્ષા થઈ છે. છોટાઉદેપુરના જેતપુર પાવીમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાહોદના લિમખેડા અને ફતેપુરામાં 2 ઈંચ, મહીસાગરના સંતરામપુરામાં 2 ઈંચ, ધંધુકામાં સરેરાશ 2 ઈંચ, ખેડાના ઠાસરા અને મહેમદાવાદમાં 2 ઈંચ તથા બનાસકાંઠાના અમીરગઢમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
અન્ય 130 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ
તેમજ અમદાવાદના દસ્ક્રોઈ અને ધોળકામાં 1.5 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.5 ઈંચ, મહીસાગરના કડાણામાં 1.5 ઈંચ, ખેડાના કઠલાલમાં 1.5 ઈંચ, પંચમહાલના કલોલમાં 1.5 ઈંચ અને વલસાડના નાનાપૌંડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 130 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?