રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જામેલા ધોધમાર વરસાદી માહોલ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે અને વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે અને માત્ર સામાન્યથી હળવો છૂટોછવાયો વરસાદ જ જોવા મળશે.

હાલ રાજ્ય પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન તંત્રના જણાવ્યા અનુસાર, હાલ રાજ્ય પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોવાના કારણે ભારે વરસાદી રાઉન્ડની સંભાવના નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવનના ઝાપટાં સાથે હળવો વરસાદ પડી શકે છે. 

વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે 

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.

ભારે વરસાદમાંથી રાહત 

ચોમાસાની આ નવી સ્થિતિને કારણે રાજ્યમાં પૂર અને ભારે વરસાદમાંથી રાહત મળશે, જ્યારે ખેડૂતો માટે પણ લણણી અને પાકની સંભાળ લેવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાશે. આગામી અઠવાડિયા દરમિયાન મોટો વરસાદ ન હોવાથી લોકો માટે દૈનિક વ્યવહાર અને વાહનવ્યવહાર વધુ સરળ બનશે. 


આ પણ વાંચો    :     Live Bypoll Result 2026: માંજલપુર બેઠક પર ભાજપ ઉમેદવાર સતીષ પટેલ 30499 ની લીડથી વિજય