રાજ્યમાં ચોમાસુ સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ૧૪ જેટલા જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદ અને પૂરની ભીતિ વચ્ચે સમગ્ર વહીવટી તંત્રને સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા આક્રમક મૂડમાં આવી શકે છે. આગાહી મુજબ, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને ભરૂચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Gujarat Rain Warning: Red Alert Issued for 14 Districts

મધ્ય ગુજરાતમાં પણ રેડ એલર્ટ

આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા-છોટાઉદેપુર જિલ્લામાં પણ આકાશી આફત ત્રાટકી શકે છે.

સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય 

સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને નદીકાંઠાના ગામોના લોકોને અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે. પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRF ની ટીમોને તૈનાત રહેવાના આદેશ અપાયા છે.

https://twitter.com/sandeshnews/status/2083005412127994056  


સુરક્ષિત સ્થળે રહેવા અપીલ 

સાતત્યપૂર્ણ વરસાદી માહોલને લીધે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. રાજ્યના કંટ્રોલ રૂમ દ્વારા દરેક જિલ્લાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરાઈ છે. 


આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?