ગુજરાતમાં મોસમનો મિજાજ અત્યંત આક્રમક બન્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ કલાકો દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે મૂશળધારથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરતી શક્યતા વ્યક્ત કરાઈ છે.  

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ

તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી તાકીદની ચેતવણી મુજબ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નાગર હવેલીમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળે

બીજી તરફ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ હોવાથી ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે


આ પણ વાંચો    Gujarat Latest News Live : સુરત, વલસાડ, નવસારીમાં આખી રાત ભારે વરસાદ, સર્વત્ર જળબંબાકાર