હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બપોરે 1 વાગ્યા સુધીના નાઉકાસ્ટ બુલેટિનમાં મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ વધુ ઘાતક બનવાના સંકેતો મળી રહ્યા છે. આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા વિસ્તારમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ આપવામા આવ્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઑરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં રેડ એલર્ટ
આગાહી અનુસાર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત અને પંચમહાલ-દાહોદ આસપાસનો મધ્ય અને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ ત્રાટકી શકે છે. પૂર જેવી આકાશી આફતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં એનડીઆરએફ અને ઈમરજન્સી ટીમોને તૈનાત રખાઈ છે.
