ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. અરબી સમુદ્ર પરથી આવતા પશ્ચિમી પવનોમાં ભેજનું પ્રમાણ રહેવાના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. જોકે, હાલ કોઈ મોટી કે મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં આ સિઝનમાં અતિભારે કે ધોધમાર વરસાદની શક્યતાઓ નહિવત છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી 

સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ પંથકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ 

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ રહેવાની આગાહી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા થી સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.

ટૂંકા ગાળા માટે છૂટોછવાયો વરસાદ 

ભેજવાળા પવનોના કારણે સ્થાનિક સ્તરે વરસાદી વાદળો બંધાશે અને ટૂંકા ગાળા માટે છૂટોછવાયો વરસાદ આપશે. ખેડૂતો માટે આ વરસાદ પાક માટે સાનુકૂળ નીવડી શકે છે. હાલના તબક્કે દરિયાકાંઠે કે રાજ્યમાં પૂર અથવા અતિવૃષ્ટિ જેવી કોઈ સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. 


આ પણ વાંચો :  Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ