અમદાવાદ ગ્રામ્યના વિરમગામ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે વિરમગામના તિરંગા સર્કલ રોડ પર માર્ગો હજુ પણ બંધ હાલતમાં છે. આ દરમિયાન તિરંગા સર્કલ નજીક પાણીના ભારે વહેણમાં એક યુવક તણાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી.

પાણીના જોરદાર પ્રવાહમાં એક યુવક અચાનક તણાવા લાગ્યો

મળતી માહિતી મુજબ, IOCL કંપની નજીક પાણીના જોરદાર પ્રવાહમાં એક યુવક અચાનક તણાવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટર ચાલકે સમયસૂચકતા વાપરી યુવકને બચાવવાનો સાહસિક પ્રયાસ કર્યો હતો. 

Viramgam Flood News: Tractor Stuck In Water While Rescuing Drowning Youth


ટ્રેક્ટર પણ પાણીના પ્રવાહ વચ્ચે ખાડામાં ફસાઈ ગયું 

જોકે, યુવકને બચાવવા જતાં ટ્રેક્ટર પણ પાણીના પ્રવાહ વચ્ચે ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તુરંત મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોની ભારે જિહાદ અને મદદથી પાણીમાં તણાઈ રહેલા યુવકને હેમખેમ બહાર કાઢી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી તિરંગા સર્કલ રોડ પરથી વાહનવ્યવહાર પૂર્વવત કરવો મુશ્કેલ બન્યો છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

https://www.instagram.com/reel/DbSI42UjbgH/?utm_source=ig_web_button_share_sheet   



આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?