Dang Heavy Rain: અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ડાંગમાં નાદીના ધસમસતા પ્રવાહમાં જોખમી રિવરરાફ્ટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રતિબંધ હોવા છતા યુવકો જીવને જોખમમાં મુકતા જોવા મળી રહ્યા છે.

Dang Heavy Rain: અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ડાંગમાં નાદીના ધસમસતા પ્રવાહમાં જોખમી રિવરરાફ્ટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રતિબંધ હોવા છતા યુવકો જીવને જોખમમાં મુકતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ધસમસતા નદીના પ્રવાહમાં સ્થાનિક યુવકો દ્વારા સુરક્ષાના કોઈપણ સાધનો વગર જોખમી રિવર રાફ્ટિંગ કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. હાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધોમાં જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી નદી, તળાવ, ચેકડેમ, નાળા અને ધોધમાં ઉતરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત મોબાઇલ અથવા કેમેરાથી ફોટા, વીડિયો અને સેલ્ફી લેવા માટે જોખમી સ્થળોએ ઉભા રહેવા પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
https://www.instagram.com/reel/DbSSDN9jFtS/?utm_source=ig_web_button_share_sheet
તંત્રની સૂચનાનું પાલન કરવા લોકોને અપીલ
નોંધનીય છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું 7 જુલાઈ 2026ના સાંજે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યું છે અને 4 સપ્ટેમ્બર 2026ના સાંજે 6:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારે વરસાદની સ્થિતિમાં નદી-નાળાઓ અને અન્ય જળાશયો નજીક ન જવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Heavy Rain In Morbi: ઘોડાધ્રોઈ ડેમના દરવાજા ખોલાયા, મોરબી-માળિયાના કુલ 10 ગામો કરાયા એલર્ટ