રાજ્યભરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ નવસારી જિલ્લામાં જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકાર થયો છે. નવસારી જિલ્લામાં પૂર સંકટ વધુ ઘેરાયું છે. જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. નવસારી શહેર નજીક વેહતી પૂર્ણા નદીએ પર જળસપાટી વટાવી દીધી છે. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળ્યા છે. વરસાદને કારણે શહેરનો રંગૂન નગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. રંગૂન નગર,કરિશ્મા ગાર્ડન,કાશીવાડીમાં પાણી ભરાયા છે. તો રિંગરોડ સહિતના વિસ્તારમાં 5 ફૂટ પાણી ભરાયા છે. રંગૂનનગર પાણીમાં ગરકાવ થતા 5 હજાર લોકો પ્રભાવિત થયા છે.

નવસારીમાં પૂરથી તારાજી સર્જાઈ

મળતી માહિતી અનુસાર નવસારી શહેરમાં પૂરથી તારાજી સર્જાઈ છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં લોકોના હાલ બેહાલ થયા છે. જ્યારે સમગ્ર વિજલપોર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. ઘરોમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું છે. નવસારી જિલ્લામાં મેઘ તાંડવ યથાવત છે. જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ચીખલીથી વાંસદા થઈ સાપુતારા સ્ટેટ હાઇવે બંધ છે. કાવેરી નદીના બ્રિજ પર પાણી ફરી વળતા હાઇવે બંધ થઈ છે. સ્ટેટ હાઇવે બંધ કરાતા વાહનોની લાંબી લાઇનો લાગી છે. તંત્ર દ્વારા પાણીની નજીક ન જવા લોકોને અપીલ કરી છે.

https://www.youtube.com/watch?v=ohpPx-7TFhg&pp=0gcJCZsLAYcqIYzv


કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ

નવસારીના વાંસદામાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પ્રતાપનગર નજીક કાવેરી નદી ગાંડીતૂર બની છે. પ્રતાપનગર પુલ પાસે કાવેરી નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કાવેરી ગાંડીતૂર બની પુલ ઉપર વહેતી થઈ છે. પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. નદીના ધસમસતા પાણી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ્યા છે. નવસારીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. CMએ કેબિનેટ મંત્રી નરેશ પટેલને નવસારી મોકલ્યા છે. કેબિનેટ મંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી છે. ચીખલી તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. કાવેરી નદીએ રૌદ્ર સ્વરુપ લેતા મંત્રીની લોકોને અપીલ કરી છે. તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. 

આ પણ વાંચો: Heavy Rain In Tapi: તાપીમાં ભારે વરસાદથી હાલ-બેહાલ, વ્યારામાં ઝાંખરી નદીએ જળસપાટી વટાવી