દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી સુરતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને નાગરિકોને અત્યંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા કડક અપીલ કરી છે. આ સાથે જ સુરત ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા પણ તમામ વેપારીઓને આજે દુકાનો અને માર્કેટ બંધ રાખવા જણાવાયું છે.

આગામી 26 કલાક સુરત શહેર માટે અતિભારે 

પાલિકા કમિશનર એમ. નાગરાજને જાતે જ અસરગ્રસ્ત થવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી 26 કલાક સુરત શહેર માટે અતિભારે સાબિત થઈ શકે છે. બપોર પછી શહેરમાં ભારે પવન સાથે મૂસળધાર વરસાદ પડવાની સંભાવના છે. ઉપરવાસમાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરમાંથી પસાર થતી ખાડીઓનું જળસ્તર ચોક્કસપણે વધશે.

https://twitter.com/sandeshnews/status/2083045333731566079   


ખાડીનું લેવલ ભયજનક રીતે વધવાની ભીતિ

બપોર બાદ મીઠી ખાડી, સીમાડા ખાડી અને ભેદવાડ ખાડીનું લેવલ ભયજનક રીતે વધવાની ભીતિ છે. જેને પગલે ખાડી આસપાસના અને લો-લાઈન વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મનપા તંત્ર, ઈમરજન્સી ટીમ અને ફાયર બ્રિગેડને હાઈએલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. 


આ પણ વાંચો  :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?