દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મૌસમના સૌથી રૌદ્ર સ્વરૂપ સાથે તાંડવ મચાવ્યું છે. આજે વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં રાજ્યના 108 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં આભ ફાટતા માત્ર બે કલાકમાં 7.20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 42 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતાં સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે.

ઉમરપાડામાં બે કલાકમાં 5.12 ઇંચ અને 24 કલાકમાં કુલ 34 ઇંચ
દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ યથાવત છે. સુરતના ઉમરપાડામાં બે કલાકમાં 5.12 ઇંચ અને 24 કલાકમાં કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડના પારડીમાં ૨૪ કલાકમાં 21 ઇંચ સાથે વહેલી સવારે 3.70 ઇંચ, કપરાડામાં 3.31 ઇંચ, નાનાપોંઢામાં 3.27 ઇંચ અને ધરમપુરમાં 2.99 ઇંચ વરસાદ પડ્યો છે.

નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અવિરત મુશળધાર વરસાદ
નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અવિરત મુશળધાર વરસાદ ચાલુ છે. ખેરગામમાં 2.56 ઇંચ, ભરૂચ અને વાપીમાં 2.28 ઇંચ, તેમજ ડાંગ અને વઘઈમાં 2.20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નદીઓ અને ખાડીઓ બે કાંઠે ઉભરાતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરીને તમામ સંબંધિત ટીમોને રેસ્ક્યૂ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
https://youtu.be/IcR55qmHs1k
આ પણ વાંચો : Gujarat Latest News Live : 10 વાગ્યા સુધી 18 જિલ્લામાં રેડ એલર્ટ, ખાબકી શકે છે અતિભારે વરસાદ