અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે દક્ષિણ બોપલ અને બોપલ ગામના રહીશોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ગુરુવારે પડેલા વરસાદના પાણી માંડ 72 કલાકે ઓસર્યા હતા, ત્યાં જ આજે સવારે પડેલા ધોધમાર વરસાદે બોપલ ગામમાં ફરીથી જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ગામમાં ફરી એકવાર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકો ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે.

આજે એ જ જગ્યા પર ફરી ‘જેસે થે’ જેવી સ્થિતિનું નિર્માણ થયું 

ગઈકાલે જ સ્થાનિક રહીશોએ સ્થળ પર મુલાકાતે આવેલા અમદાવાદના મેયર હિતેશ બારોટને ઘેરીને ભારે રોષ ઠાલવ્યો હતો. જોકે, તંત્રની ઢીલી નીતિના કારણે આજે એ જ જગ્યા પર ફરી ‘જેસે થે’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

ahmedabad-bopal-waterlogging-heavy-rain-amc-protest

પાણીનો નિકાલ ધીમી ગતિએ

પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા બે ડી-વોટરિંગ વાન મૂકીને પમ્પિંગ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પાણીનો જથ્થો એટલો વધારે છે કે નિકાલ અત્યંત ધીમી ગતિએ થઈ રહ્યો છે.

ખાવા પીવાની ચીજો પણ મળતી નથી

સ્થાનિકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "પાણી ભરાવાને કારણે અમારું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. દૂધ, શાકભાજી કે ખાવા-પીવાની જીવનજરૂરી વસ્તુઓ પણ મેળવવી મુશ્કેલ બની છે. 

ahmedabad-bopal-waterlogging-heavy-rain-amc-protest

સ્થાનિકોમાં ભારે રોષ 

દર ચોમાસે આ જ હાલત થતી હોવાથી હવે તો અમે જાણે ચોમાસા પૂરતી નાવડી જ વસાવી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે." તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇન અને નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. 


આ પણ વાંચો   :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?